26th January selfie contest

બિકીની પહેરીને જ ટ્રાવેલ શા માટે? દિલ્હી મેટ્રોની વાયરલ ગર્લે આપ્યો આ જવાબ

PC: filmibeat.com

સોશિયલ મીડિયા પર એક યુવતી તેના કપડાંના કારણે ચર્ચામાં છે. આ યુવતી બ્રાલેટ અને સ્કર્ટ પહેરીને દિલ્હી મેટ્રોમાં ટ્રાવેલ કરે છે. તેની ઘણી તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ યુવતી 19 વર્ષની રિધમ ચનાના છે. તેનું કહેવુ છે કે, તે ફેમસ થવા માટે આવુ નથી કરી રહી. તેને આવુ કરતા ઘણા મહિનાઓ થઈ ગયા છે. તેણે કહ્યું કે, આ તેની પસંદ છે એટલા માટે તે આવા કપડાં પહેરે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું આવા કપડાં પહેરીને બહાર જવામાં ડર નથી લાગતો? તો તેણે કહ્યું કે, ક્યારેય ડર નથી લાગતો. છેડછાડ પર સંબંધિત સવાલના જવાબમાં તેણે કહ્યું કે, તેનાથી તેને કોઇ ફરક નથી પડતો કારણ કે, તેણે ઇગ્નોર કરતા શીખી લીધુ છે.

રિધમે આ કપડાંની પાછળનું કારણ જણાવ્યું કે, આ એક પ્રોસેસ છે. ધીમે-ધીમે આઝાદીવાળી વાતનો અનુભવ થયો હતો. ત્યારથી પહેરવાનું શરૂ કરી દીધુ. આ એકદમ નથી આવતું. જ્યારે તેને મહિલા સુરક્ષાને લગતો સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું, હું તો રોજ આવા કપડાં પહેરું છું, મારી સાથે તો કંઇ નથી થયુ. રિધમે સુરક્ષાને લઈને આગળ કહ્યું કે, બોલ્ડનેસ માત્ર કપડાંથી નથી આવતી. આ એટીટ્યૂડ છે. જો બોલ્ડનેસવાળો એટીટ્યૂડ છે, તો કોઈ કંઈ નહીં કરશે. તેને દિલ્હીમાં ટ્રાવેલ કરવા પર જરા પણ ડર નથી લાગતો. પિંક લાઇન પર ટ્રાવેલ કરવાથી અટકાવી દેવામાં આવે છે પરંતુ, બ્લૂ લાઇન પર કોઇ કંઈ નથી કહેતું. તેણે લોકોને લઇને કહ્યું કે, ઘણીવાર લોકો ધમકી પણ આપે છે પરંતુ, લાગતું નથી કે તેમની એટલી હિંમત છે કે તેઓ કંઈ કરી શકે. તેણે તેના કપડાંનો વિરાધ કરનારાઓ માટે કહ્યું કે, તેને તેમના માટે હસવુ આવે છે.

રિધમનું કહેવુ છે કે, તે ઉર્ફી જાવેદથી પ્રભાવિત નથી પરંતુ, પોતાની મરજીથી કપડાં પહેરવામાં વિશ્વાસ ધરાવે છે. તેણે પોતે એ વાતની પુષ્ટિ કરી છે કે, જે તસવીરો વાયરલ છે, તે તેની જ છે. મેટ્રોમાં બિંદાસ પોઝમાં પોતાની તસવીરો અપલોડ કરવાનો તેને શોખ છે, તેના માટે અલગ સેક્શન બનાવ્યું છે.

DMRC ના સંચાલન અને મેન્ટેનન્સ અધિનિયમ એક્ટમાં ધારા-59 અંતર્ગત અભદ્રતાને દંડનીય અપરાધ માનવામાં આવ્યું છે. અમે તમામ યાત્રીઓને અપીલ કરીએ છીએ કે મેટ્રોમાં યાત્રા કરતી વખતે મર્યાદા જાળવી રાખે. DMRC એ કહ્યું કે, યાત્રા કરતી વખતે કપડાંની પસંદગી વ્યક્તિગત મામલો છે પરંતુ, યાત્રિઓ પાસેથી આશા રાખવામાં આવે છે કે, તેઓ એક જવાબદાર નાગરિકની જેમ આચરણ કરશે.

મેટ્રોમાં બિકીની પહેરવા પર IPCની ધારા 294 લાગૂ થઈ શકે છે, જે અશ્લીલ કૃત્યો અને ગીતો માટે સજા નક્કી કરે છે, જે બીજાને હેરાન કરે છે. ધારાની ઉપધારા (એ) અંતર્ગત જો કોઇપણ સાર્વજનિક જગ્યા પર કોઈ અશ્લીલતા કરે, અથવા ઉપધારા (બી) અંતર્ગત જે સાર્વજનિક જગ્યામાં અથવા તેની આસપાસ કોઇપણ અશ્લીલ ગીત અથવા શબ્દો ગાય અથવા બોલે છે, તેને જેલની સજા થઈ શકે છે. સજા બાદમાં ત્રણ મહિના સુધી વધારવામાં આવી શકે છે, અથવા દંડ લગાવવામાં આવી શકે છે, અથવા બંને સજા થઈ શકે છે.

ઇન્ડીસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વુમન (પ્રિવેન્શન) એક્ટ, 1986 અનુસાર, કોઇપણ વ્યક્તિને એવી કોઈપણ સામગ્રી પ્રકાશિત કરવા, પ્રદર્શિત કરવા અથવા એવુ કરવામાં મદદ કરવા અથવા હિસ્સો લેવા અથવા તો એવી કોઇ વિજ્ઞાપનનો ઉપયોગ કરવાની પરવાનગી નથી, જેમા કોઈ મહિલાની આકૃતિ અથવા રૂપ અથવા શરીરના કોઈ હિસ્સાનો આ પ્રકારે ચિત્રણ કરવામાં આવ્યું હોય, જે અશોભનીય અથવા અપમાનજનક હોય અથવા સાર્વજનિક નૈતિકતાને ભ્રષ્ટ અથવા નુકસાન કરનારું હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp