મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ, હવે ગર્લફ્રેન્ડને લિપલોક કરતો દેખાયો યુવક

PC: indiatvnews.com

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) ની કડાકઈ બાદ પણ મેટ્રોમાં અશ્લીલ હરકતો કરનારા પ્રેમી યુગલ પોતાની હરકતો છોડી નથી રહ્યા. હવે ફરી દિલ્હી મેટ્રોનો એક શરમજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કપલ મેટ્રોમાં નીચે બેસીને લિપલોક કરતું દેખાઈ રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, દિલ્હી મેટ્રોમાં નીચે એક છોકરો બેઠો છે અને ગર્લફ્રેન્ડ તેના ખોળામાં સૂતી છે. બંને કોઈપણ પ્રકારના સંકોચ કે ખચકાટ વિના એકબીજાને લિપલોક કરી રહ્યા છે. આ વીડિયો સામેની બાજુએ બેઠેલા કોઈ યુવકે રેકોર્ડ કર્યો છે.

હવે આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ DMRCને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. એક યુઝરે ડીસીપી દિલ્હી મેટ્રોને ટેગ કરીને ટ્વિટર પર લખ્યું છે, શું તમે લોકો જાગી રહ્યા છો? તેમજ કેટલાક લોકો વીડિયો જોઈને કટાક્ષ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, કોરોના પીડિતને મોઢા દ્વારા શ્વાસ આપીને તેનો જીવ બચાવવો તે પણ આ દેશમાં ગુનો બની ગયો છે. આ ઉપરાંત, એક યુઝરે લખ્યું- છોકરી નશામાં દેખાઈ રહી છે અને છોકરો ખૂબ જ શાંત સ્વભાવનો છે. સાથે જ કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે, છોકરી નશામાં છે.

આ અગાઉ થોડાં દિવસ પહેલા જ દિલ્હી મહિલા આયોગ (DCW)એ મેટ્રો ટ્રેનમાં અશ્લીલ હરકત કરતા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થવાના સંબંધમાં શહેરની પોલીસને નોટિસ જાહેર કરી હતી. આયોગે કહ્યું કે, એક વાયરલ વીડિયો સામે આવ્યો છે, જેમા એક વ્યક્તિને દિલ્હી મેટ્રોમાં બેશરમીપૂર્વક અશ્લીલ હરકત કરતો જોઈ શકાય છે. આ ખૂબ જ ગંભીર મામલો છે.

આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી. માલીવાલે કહ્યું કે, સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં એક વ્યક્તિને દિલ્હી મેટ્રોમાં શરમ વિના હસ્તમૈથૂન કરતા જોઈ શકાય છે. આ ખૂબ જ ધૃણાસ્પદ અને ચિંતાજનક ઘટના છે. આરોપીની ધરપકડ થવી જોઈએ અને આ મામલામાં કડક કાર્યવાહી થવી જોઈએ. મહિલા આયોગે કહ્યું કે, દિલ્હી મેટ્રોમાં આ પ્રકારના મામલા વધુમાં વધુ સામે આવી રહ્યા છે અને આવા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂર છે જેથી મેટ્રોમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

જણાવી દઈએ કે, DMRCના સંચાલન અને મેન્ટેનન્સ અધિનિયમ એક્ટમાં ધારા-59 અંતર્ગત અભદ્રતાને દંડનીય અપરાધ માનવામાં આવ્યો છે. તેને લઈને હાલમાં DMRCએ લોકોને મેટ્રોમાં પ્રવાસ દરમિયાન મર્યાદા રાખવાની અપીલ કરી હતી. DMRCનું કહેવુ હતું કે, યાત્રિઓએ કોઈ એવો ડ્રેસ ના પહેરવો જોઈએ અથવા એક્ટિવિટી ના કરવી જોઈએ, જેનાથી યાત્રિઓની સંવેદનાઓને ઠેસ પહોંચે. DMRCએ પોતાના નિવેદનમાં એવુ પણ કહ્યું હતું કે, યાત્રા કરતી વખતે કપડાંની પસંદગી વ્યક્તિગત મામલો છે પરંતુ, યાત્રિઓ પાસે આશા રાખવામાં આવે છે કે, તેઓ એક જવાબદાર નાગરિકની જેમ આચરણ કરશે.

જણાવી દઈએ કે, દિલ્હી મેટ્રોમાં બિકીની ગર્લનો વીડિયો વાયરલ થયા બાદ ખૂબ જ બવાલ થઈ હતી. ત્યારબાદથી જ DMRC પાસે મેટ્રોમાં અશ્લીલતા રોકવા માટે નિયમ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. હવે દિલ્હી DMRCએ મેટ્રોના કોચમાં પેટ્રોલિંગ કરવા માટે ફ્લાઇંગ સ્ક્વૉડ તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. આ સ્ક્વૉડમાં પોલીસ અને CRPFના જવાનોને સામેલ કરવામાં આવશે. પેટ્રોલિંગ કરનારા જવાન સિવિલ ડ્રેસમાં પણ હોઈ શકે છે. તેઓ લોકો પર નજર રાખવા માટે પોતે મેટ્રોમાં પ્રવાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp