યૂટ્યૂબરે કેમિકલ નાખી પોલીસના બેરિકેડમાં લગાવી આગ, ફ્લાઇ ઓવર કર્યો જામ પછી..

PC: cartoq.com

સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવા માટે એક ફ્લાઇઓવર પર સ્ટંટ કરવો એક યુટ્યુબરને ભારે પડી ગયું. SUV કાર સાથે સ્ટંટ કરવા અને પોલીસ બેરિકેડને આગ લગાવનાર ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લૂએન્સરની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. ટ્રાફિક નિયમોને તોડવા પર દિલ્હી પોલીસે આરોપી પર 36,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પોલીસ ડેપ્યુટી કમિશનર (બાહ્ય) જિમી ચિરમે જણાવ્યું કે, પોલીસને એક ગોલ્ડન કલરની મોડિફાઇડ કારથી ટ્રાફિક નિયમને તોડવાના સંબંધમાં જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મળી હતી.

સોશિયલ પ્લેટફોર્મ X પર વધુ એક વીડિયો મળ્યો, જેમાં એ જ યુટ્યુબર પોલીસ બેરિકેડ પર કેમિકલ નાખીને આગ લગાવતો નજરે પડી રહ્યો છે. આરોપીની ઓળખ કરવા અને તેની વિરુદ્ધ ઉચિત કાર્યવાહી કરવા માટે બાહ્ય જિલ્લા પોલીસની એક ટીમની મદદ લેવામાં આવી. સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેના પ્રોફાઇલને સ્કેન કરવા પર યુટ્યુબરની ઓળખ નાંગલોઈના છજ્જુ રામ કોલોનીના નિવાસી પ્રદીપ ઢાકાના રૂપમાં થઈ છે.

જાણકારી મળી કે, પ્રદીપ યુટ્યુબ કન્ટેન્ટ અપલોડર છે અને તેણે રીલ બનાવીને અપલોડ કરવા માટે આ વીડિયો બનાવ્યા હતા, પરંતુ તેણે વાહનવ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કર્યું અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. પોલીસે જણાવ્યું કે, આરોપીની ગાડીમાંથી કેટલાક નકલી પ્લાસ્ટિક હથિયાર પણ મળ્યા છે. તો પ્રદીપ ઢાકા વિરુદ્ધ નિહાલ વિહાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે કેમ કે બીજો વીડિયો જ્યાં તેણે બેરિકેડ સળગાવ્યું હતું, તેને એ જ વિસ્તારમાં શૂટ કરવામાં આવ્યો હતો.

પોલીસ કાર્યવાહી કરવા પહોંચી તો આરોપી પ્રદીપ સહિત તેના પરિવારના સભ્યોઓએ દુર્વ્યયહાર કર્યો. ત્યારબાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ સરકારી કામમાં બાધા પહોંચાડવાનો કેસ નોંધ્યો. તો પશ્ચિમ વિહાર પૂર્વ પોલીસ સ્ટેશનમાં મોટર વ્હીકલ એક્ટ 39/112, 100.2/177 અને 184 હેઠળ કારને પણ જપ્ત કરી લેવામાં આવી છે. સાથે જ બધા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. DCP ચિરમે બધા કન્ટેન્ટ ક્રિએટર્સને અનુરોધ કર્યો છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને એવા વીડિયો શૂટ કરવા પહેલા ઉચિત મંજૂરી મેળવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp