શ્રદ્ધા મર્ડર કેસમાં 3000 પાનાની ડ્રાફ્ટ ચાર્જશીટ તૈયાર, આફતાબ સામે આ છે પુરાવો

PC: aajtak.in

શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસ ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરી શકે છે. દિલ્હી પોલીસે ડ્રાફ્ટ ચાર્જશીટ તૈયાર કરી લીધી છે. હાલમાં ચાર્જશીટ લીગલ એક્સપર્ટ જોઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જાન્યુઆરીના અંતમાં કોઈ પણ તારીખે ચાર્જશીટ દાખલ કરી શકાય છે. અહીં તમને જણાવી દઈએ કે 18 મે, 2022ના રોજ આફતાબ પૂનાવાલાએ દિલ્હીના છતરપુર વિસ્તારમાં શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને પછી શ્રદ્ધાના શરીરના અનેક ટુકડા કરી દીધા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી આશરે 3,000થી વધુ પેજની ડ્રાફ્ટ ચાર્જશીટમાં 100 સાક્ષીઓ સિવાય ફોરેન્સિક અને ઈલેક્ટ્રોનિક પુરાવાઓને આધાર બનાવવામાં આવ્યા છે. પોલીસને છતરપુરના જંગલમાંથી મળી આવેલા હાડકાં અને તેમના DNA રિપોર્ટ જેમાં પુષ્ટિ થઈ છે કે, હાડકાં શ્રદ્ધાના જ હતા, આ બધુ ચાર્જશીટનો ભાગ છે.

નાર્કો ટેસ્ટનો રિપોર્ટ પણ ડ્રાફ્ટ ચાર્જશીટમાં સામેલ

આ સિવાય આફતાબ પૂનાવાલાની કબૂલાત અને નાર્કો ટેસ્ટનો રિપોર્ટ પણ સામેલ છે. જો કે, આ બંને રિપોર્ટનું કોર્ટમાં બહુ મહત્વ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે આફતાબનો પોલીગ્રાફી ટેસ્ટ પણ કરાવ્યો હતો.

તપાસમાં થયા અનેક મોટા ખુલાસા

આફતાબ પૂનાવાલા અને શ્રદ્ધા વાલકર છતરપુરમાં એક સાથે રહેતા હતા. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આફતાબ, શ્રદ્ધાને ટોર્ચર કરતો હતો. જો કે, આ વાત શ્રદ્ધાએ તેના મિત્રોને પણ જણાવી હતી. આ સાથે જ શ્રદ્ધાના વોટ્સએપ ચેટમાંથી પણ ઘણા મોટા ખુલાસા થયા હતા.

કરવતથી કર્યા હતા શ્રદ્ધાના ટુકડા

અહીં તમને જણાવી દઈએ કે, પોલીસે શ્રદ્ધાના 23 હાડકાઓનું પોસ્ટમોર્ટમ વિશ્લેષણ પણ કરાવ્યું છે. જે રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, આફતાબે કરવતથી શ્રદ્ધાના 35 ટુકડા કર્યા હતા. જો કે, પોસ્ટમોર્ટમ વિશ્લેષણ બાદ ડોક્ટરોએ જણાવ્યું કે હાડકાંઓને કરવતથી કાપવામાં આવ્યા હતા. તેમજ હાડકાના ખૂણાઓમાં જીણી લાઇનો પણ બનેલી હતી, અને તે ફક્ત કરવત દ્વારા કાપવાથી જ બને છે.

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હી પોલીસે કલમ 164 હેઠળ ઘણા એવા નિવેદનો નોંધ્યા છે, જે આ કેસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઘટનામાં એકત્ર કરવામાં આવેલા ફોરેન્સિક પુરાવા આફતાબ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તેમજ આને પણ ડ્રાફ્ટ ચાર્જશીટનો ભાગ બનાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp