Newsclickના પત્રકારોના ઘરે દિલ્હી પોલીસની રેડ, જાણો શું છે આરોપ

PC: hindustantimes.com

ડિજિટલ ન્યૂઝ વેબસાઇટ Newsclick અને તેની સાથે જોડાયેલા કેટલાક પત્રકારો વિરુદ્ધ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ગેરકાયદેસર ગતિવિધિઓ (રોકથામ) અધિનિયમ (UAPA) હેઠળ કેસ નોંધતા મંગળવારે સવારે તેમના ઘરો પર છાપેમારી કરી છે. Newsclickની ફંડિંગને લઈને ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પહેલા છાપેમારી કરી હતી. ત્યારબાદ ED દ્વારા કેટલાક ઈનપુટ શેર કર્યા બાદ સ્પેશિયલ સેલ દ્વારા આ છાપેમારી કરવામાં આવી છે. Newsclick સાથે જોડાયેલા અલગ-અલગ પરિસરો પર વર્તમાનમાં 30 કરતા વધુ સ્થળો પર છાપેમારી ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઘટનામાં જે પત્રકારોના ઘરો પર છાપેમારી કરવામાં આવી છે, તેમ નૌનિંદ્યો ચક્રવર્તી, અભિસાર શર્મા, સોહેલ હાશમી, ભાષા સિંહ, પ્રબીર પુરકાયસ્થ અને ઉર્મિલેશ સામેલ છે. તેમના પર ભારત વિરોધી ગતિવિધિઓ માટે ધન સ્વીકાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલમાં દિલ્હી NCRમાં સ્પેશિયલ સેલની તપાસ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, લેપટોપ, કમ્પ્યુટર, હાર્ડડિસ્ક અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે.

વર્ષ 2021માં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સૌથી પહેલા Newsclickન મળેલી ગેરકાયદેસર ફંડિંગને લઈને કેસ નોંધવામાં આવ્યો હતો. આ શંકાસ્પદ ફંડિંગ ચીની કંપનીઓના માધ્યમથી Newsclickને પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ EDએ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. જો કે, હાઇકોર્ટે એ સમયે Newsclickના પ્રમોટરોને ધરપકડથી રાહત આપી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ પત્રકાર ઉર્મિલેશ અને સત્યમ તિવારીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

તેમના વકીલ સ્પેશિયલ સેલની ઓફિસ પહોંચી ગયા છે. તો પત્રકાર અભિસાર શર્માને પણ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ લઈ ગઈ છે. Newsclickના સંસ્થાપક અને મુખ્ય સંપાદક પ્રબીર પુરકાયસ્થને પણ સ્પેશિયલ સેલના ઓફિસે લઇ જવામાં આવ્યા છે. રેડ દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઘણા ઇલેક્ટ્રોનિક એવિડેન્ટ જેમ કે લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.

એક રિપોર્ટ મુજબ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ કેસમાં UAPA હેઠળ કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસની આ કાર્યવાહી બાદ પત્રકાર અભિસાર શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. તેમણે કહ્યું કે, દિલ્હી પોલીસ તેમના ઘરથી લેપટોપ અને તેમનો ફોન લઈ ગઈ છે. UAPA હેઠળ ચાલી રહેલી આ રેડમાં સ્પેશિયલ સેલના 100 કરતા વધુ પોલીસકર્મી સામેલ છે. રેડ દરમિયાન તેમાં સ્પેશિયલ સેલ સાથે અર્ધસૈનિક બળના જવાન પણ છે. આ જવાન સુરક્ષાના હિસાબે સ્પેશિયલ ટીમની સાથે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રેડ સમાપ્ત થયા બાદ પોલીસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરી શકાય છે. હાલમાં બધા સીનિયર અધિકારીઓને રેડ પર ફોકસ રાખવા કહેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp