પોલીસમાં કૂતરા હોય છે, પણ બિલાડીઓ કેમ નહીં? દિલ્હી પોલીસે મસ્કને આપ્યો જવાબ

અમેરિકાના અબજપતિ એલન મસ્ક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના મનની વાત શેર કરતા રહે છે. આ વખત એલન મસ્કે પોતાના દીકરા Lil Xનો સવાલ શેર કર્યો, જેના પર દિલ્હી પોલીસ તરફથી મજેદાર જવાબ આપવામાં આવ્યો છે. એલન મસ્કે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી કે, પોલીસ સ્ક્વોડમાં ટ્રેની કૂતરાની જેમ બિલાડીઓ કેમ હોતી નથી? તેના જવાબમાં દિલ્હી પોલીસે મજેદાર વર્ડ પ્લે કરતા જવાબ આપ્યો છે. ચાલો તો આ આર્ટિકલમાં આગળ જાણીએ કે એલન મસ્કને દિલ્હી પોલીસે શું જવાબ આપ્યો છે.
એલન મસ્ક તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે, સવાલ તેમના તરફથી નહીં, પરંતુ તેના દીકરા X Æ A-12 તરફથી કરવામાં આવ્યો છે. તેમના દીકરાએ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી કે પોલીસ સ્ક્વોડમાં કૂતરાઓની જેમ બિલાડીઓ કેમ હોતી નથી? આ ટ્વીટને કોટ કરતા દિલ્હી પોલીસે લખ્યું કે, “હાઇ એલન મસ્ક, પ્લીઝ Lil Xને કહો કે પોલીસમાં બિલાડી એટલે નથી હોતી કે તેમની Feline-y અને Purr’petrationના કારણે ધરપકડ કરી શકાય છે.” ટ્વીટમાં પોલીસે feliny અને perpetration શબ્દો સાથે વર્ડ પ્લે કર્યું છે.
Hi @elonmusk, please tell Lil X that there are no police cats because they might get booked for feline-y and 'purr'petration. https://t.co/W8CMMvYi9I
— Delhi Police (@DelhiPolice) June 2, 2023
આ શબ્દોનો ગુજરાતીમાં અર્થ અપરાધ, ગુનો, દોષ જેવા થાય છે, એટલે કે જેટલો મજાકિયો એલન મસ્કની સવાલ છે એટલો જ મજેદાર જવાબ આપવાનો પ્રયાસ પણ દિલ્હી પોલીસે કર્યો છે. દિલ્હી પોલીસની આ ટ્વીટને યુઝર્સ તરફથી સારી પ્રતિક્રિયા મળી રહી છે અને તેને ડઝનો વખત રીટ્વીટ કરવામાં આવ્યો છે અત્યાર સુધી આ ટ્વીટને 3400 કરતા વધુ લાઇક, 383 રીટ્વીટ મળી છે.ઉત્કર્સ નીલ નામના યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, અરે ભાઈ @dilhiPoliceના સોશિયલ મીડિયા મેનેજરને પ્રમોશન.
એલન મસ્કે પોતાના દીકરા X બાબતે વર્ષ 2020માં જાણકારી આપી હતી અને એ તેની ગર્લફ્રેન્ડ ગ્રીમ્સથી થયો છે. તેણે દીકરાનું નામ X Æ A-12 રાખ્યું છે, જેને X Ash A-12 પણ બોલવામાં આવે છે. આ નામને લઈને પણ ઘણી ચર્ચાઓ થઈ અને સોશિયલ મીડિયા પર તેની સાથે જોડાયેલા મીમ્સ પણ ખૂબ શેર કરવામાં આવ્યા. એલન મસ્ક હંમેશાં જ એવી અલગ અલગ કારણોના કારણે ચર્ચામાં બની રહે છે અને ટ્વીટર ખરીદ્યા બાદ તેમણે આ પ્લેટફોર્મમાં પણ ઘણા બદલાવ કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp