
દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમને મોટી સફળતા મળી છે. તેમની તરફથી જહાંગીરપુરીમાંથી ધરપકડ કરવામાં આવેલા બંને આતંકવાદીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. દિલ્હી પોલીસના અધિકારીઓએ સોમવારે દાવો કર્યો હતો કે, બંને આતંકવાદીઓને 27 અને 31 જાન્યુઆરીના રોજ 3 હિન્દુ નેતાઓની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ગત દિવસોમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા આ બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેની ઓળખ જગજીત સિંહ (ઉંમર 29 વર્ષ) અને નૌશાદ (ઉંમર 56 વર્ષ)ના રૂપમાં થઇ છે.
દિલ્હી પોલીસના અધિકારીઓએ સોમવારે દાવો કર્યો કે, પંજાબ અને દિલ્હીના 3 દક્ષિણપંથી નેતા આ આતંકવાદીઓની હિટ લિસ્ટમાં હતા, તેમની હત્યાની તારીખ અને સમય પણ આ આતંકવાદીઓને નક્કી કરી દીધો હતો. તેમાંથી 2 નેતાઓને દૈનિક કાર્યક્રમો અને ગતિવિધિઓ બાબતે સંપૂર્ણ જાણકારી પણ આ આતંકવાદીઓએ ભેગી કરી લીધી હતી. દિલ્હી પોલીસના અધિકારીઓએ દાવો કર્યો કે, બંને નેતાઓને પહેલા નેતાની હત્યાના બદલે 50 લાખ રૂપિયા મળવાના હતા.
Delhi Special cell caught 2 terrorists, Naushad & Jagjit, on Jan 12 from Jahangirpuri & recovered 2 military-grade hand grenades, 3 pistols & cartridges. They killed a man in Dec 2022 only to demonstrate their capabilities to their handlers: P Kushwaha, Addl CP, Special Cell pic.twitter.com/M2UitjXBNg
— Republic (@republic) January 15, 2023
તો બીજા નેતાઓની હત્યા કરવા પર તેમને 1 કરોડ રૂપિયા મળતા અને જો તેઓ ત્રીજા નેતાઓની પણ હત્યા કરવામાં સફળ થતા તો આકાઓ પાસેથી તેમને 1.5 કરોડ રૂપિયા મળતા. ટોકન મની તરીકે આતંકવાદીઓને આકાએ 5 લાખ રૂપિયા આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધરપકડ થયેલા આતંકવાદીઓએ એક વ્યક્તિની હત્યા કરીને તેનો વીડિયો પોતાના આકાઓને મોકલ્યો હતો. બદલામાં તેમને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. 27 અને 31 જાન્યુઆરીના રોજ આ 3 દક્ષિણાપંથી નેતાઓની હત્યા કરવાના હતા.
ધરપકડ થયેલા આતંકવાદીઓએ પૂછપરછ દરમિયાન દિલ્હી પોલીસને જણાવ્યું કે, આકાઓને પોતાની ક્ષમતા દેખાડવા માટે અમે લોકોએ રાજકુમાર નામના વ્યક્તિની હત્યા કરી હતી. આતંકવાદીઓએ 15 ડિસેમ્બરના રોજ રાજકુમારનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ નિર્મમતાથી રાજકુમારની બોડીના 9 ટુકડા કર્યા. ગળું કાપતા આતંકવાદીઓએ રાજકુમારનો વીડિયો પણ બનાવ્યા. ત્યારબાદ આકાઓને ખુશ કરવા માટે આતંકવાદીઓએ 37 સેકન્ડનો વીડિયો પાકિસ્તાન મોકલ્યો.
આ હત્યાના બદલે જગજીત અને નૌશાદને 5 લાખ રૂપિયા મળ્યા. ત્યારબાદ તેમનો આગામી પ્લાન 27 અને 31 જાન્યુઆરીના રોજ 3 હિન્દુ નેતાઓની હત્યા કરવાનો હતી. તેના માટે આતંકવાદીઓએ સંપૂર્ણ પ્લાન બનાવી લીધો હતો. તપાસ દરમિયાન દિલ્હી પોલીસે આરોપીઓના ઘર પર છાપેમારી કરી. ભલસ્વા ડેરી પાસે તેમના મકાનમાં લોહીના ડાઘ મળ્યા. આ છાપેમારીમાં રાજકુમારની હત્યાનો ખુલાસો થયો. પોલીસને તપાસ દરમિયાન રાજકુમારનું માથું અને હાથના ટુકડા મળી આવ્યા હતા. બોડીના બાકી પાર્ટ્સની અત્યારે પણ શોધખોળ કરવામાં આવી રહી છે. કોર્ટે બંને આતંકવાદીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp