10-15 વર્ષ જૂના વાહનોના માલિકો માટે સારી ખબર, સરકાર હવે આવું નહીં કરશે

PC: indianexpress.com

દિલ્હી-NCRમાં સ્ક્રેપ પોલિસી લાગૂ થયા પછીથી 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલના વાહનના માલિક પરેશાન છે. રસ્તાઓ અને ઘરની બહાર ઊભેલા આવા વાહનોને સ્ક્રેપ માટે ઉઠાવી લેવાનો ડર રહેતો હતો. પણ હવે દિલ્હી સરકારના પરિવહન વિભાગ દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત દ્વારા ટ્રાન્સપોર્ટ કમિશ્નરને આદેશ આપ્યા છે કે તે આ સમયને પાર કરનારા વાહનોને સ્ક્રેપ માટે ઉઠાવશે નહીં. આ આદેશ પછી આ વાહનોના માલિકોએ રાહતના શ્વાસ લીધા છે.

રિપોર્ટ અનુસાર, પરિવહન મંત્રી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ પછી હવે ઘરોની બહાર રસ્તાઓ પર ઊભેલા આવા વાહનોને જપ્ત કરવામાં આવશે નહીં. દિલ્હી સરકારના પરિવહન વિભાગના એન્ફોર્સમેન્ટ વિંગ આ પ્રકારના વાહનોને સ્ક્રેપ કરવા ઉઠાવી લેવાનું કામ કરતા હતા. પણ હવે આ વાહનોને ઉઠાવીને લઇ જઇ શકાશે નહીં.

ટ્રાન્સપોર્ટ કમિશ્નર આશીષ કુંદ્રાએ બહાર પાડેલા આદેશમાં આ કહેવામાં આવ્યું છે કે જો આ વાહતો રસ્તા પર ચાલતા દેખાયા અને પકડાયા તો આ નિયમ તે વાહનો પર લાગૂ પડશે નહીં.

સ્ક્રેપ પોલિસી શું છે

કેન્દ્ર સરકાર દ્વારા લાગૂ સ્ક્રેપ પોલિસી હેઠળ એજ વ્હીકલને સ્ક્રેપ માટે ઉઠાવી શકાય છે જેનો નક્કી કરેલો સમય પૂરો થઇ ચૂક્યો છે કે પછી તે વ્હીકલને રસ્તા પર ચલાવી શકાય. રસ્તા પર રહેનારા વાહનો જે બેકાર થઇ ચૂક્યા છે કે પછી વાહનોથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોય તેને ઉઠાવી શકાય છે. પણ સારી કંડીશનવાળી કારને સ્ક્રેપિંગ કરનારી એજન્સી ઉઠાવી શકે નહીં.

કોર્ટના આદેશ અનુસાર, 15 વર્ષથી વધારે જૂના રજિસ્ટર્ડ ગેસોલીન વાહનો અને 10 વર્ષથી વધારે જૂના ડીઝલયુક્ત વાહનોને રસ્તાઓ પર ચલાવવાની પરવાનગી નથી. અને જો આવા વાહનો રસ્તા પર દેખાયા તો તેમના માલિકો પાસેથી દંડ વસૂલવામાં આવશે.

જો તમારું વાહન 15 વર્ષ જૂનુ છે અને અને તે રસ્તા પર ઊભુ છે અને તેને તમે રસ્તા પર ચલાવી રહ્યા નથી, તો તેને જપ્ત કરવામાં આવશે નહીં. સાથે જ તેને સ્ક્રેપ કરવા પણ મોકલવામાં આવશે નહીં. એટલે કે જ્યાં સુધી તમે આ જૂના વાહનોને ચલાવશો નહીં ત્યાં સુધી આ વાહનો તમારી પાસે રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp