71 વર્ષના વૃદ્ધ સાથે 35 વર્ષીય મહિલાએ કર્યા લગ્ન, પછી છૂટાછેડાના બદલે માગ્યા..

PC: aajtak.in

દિલ્હીના પોશ રાજૌરી ગાર્ડન વિસ્તારથી હત્યાની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. આ ફ્લેટની અંદર 35 વર્ષિય એક મહિલાની છરો મારીને હત્યા કરી દેવામાં આવી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને શબને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. મૃતક મહિલાનું નામ પૂજા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૃતક મહિલાના શરીરના ઘણા હિસ્સા પર છરાથી વાર કરવાના નિશાન મળ્યા.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે, મૃતક મહિલાએ 6 મહિના અગાઉ 71 વર્ષના એસ.કે. ગુપ્તા નામના વૃદ્ધ સાથે લગ્ન કર્યા હતા. તે વ્યવસાયે અકાઉન્ટન્ટ છે અને તેનો 45 વર્ષનો એક દિવ્યાંગ દીકરો પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે, દીકરાની દેખરેખ માટે તેણે આ ઉંમરમાં બીજા લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના થોડા સમય બાદ જ વૃદ્ધની પત્ની સાથે મતભેદ શરૂ થઈ ગયો. બંને વચ્ચે મોટા ભાગે ઝઘડા થવા લાગ્યા. મહિલા છૂટાછેડાના બદલે 1 કરોડ રૂપિયાની માગ કરી રહી હતી. એસ.કે. ગુપ્તા આટલા રૂપિયા આપવા તૈયાર નહોતો.

રિપોર્ટ મુજબ, એસ.કે. ગુપ્તાના દિવ્યાંગ પુત્રને હૉસ્પિટલમાં લઈ જનારા વિપિન શેઠી સામે પોતાની પરેશાની વ્યક્ત કરી. વિપિને 10 લાખ રૂપિયામાં મહિલાને રસ્તામાંથી હટાવવાની વાત કહી. તેમાં 2 લાખ 40 હજાર એડવાન્સ તરીકે વિપિનને આપવામાં આવ્યા. અવસર મળતા જ વિપિન અને તેના સાથી હિમાંશુએ છરો મારીને પૂજાની હત્યા કરી દીધી. ઘટનાને લૂંટ દેખાડવા માટે ઘરમાં તોડફોડ કરવામાં આવી અને પુત્ર અમીતનો ફોન પણ છીનવી લેવામાં આવ્યો.

પોલીસે ઘટનાસ્થળની આસપાસ લાગેલા CCTV કેમેરાની શોધખોળ કરી. પોલીસને પ્રાથમિક તપાસથી જ ઘટના પાછળ લૂંટફાટનું ઉદ્દેશ્ય હોવાની વાત લાગી રહ્યુ નહોતું. એવામાં પોલીસે એસ.કે. ગુપ્તાને સખ્તાઈથી પૂછપરછ કરી તો આખું રહસ્ય ખૂલીને સામે આવી ગયું. આરોપી ગુપ્તા, વિપિન સેઠી અને અમીતે ગુનામાં પોતાની ભૂમિકા હોવાની વાત કબૂલી લીધું. આરોપીઓ આપેલી નિશાની પર પોલીસે હત્યામાં ઉપયોગ કરવામાં આવેલો ફોન, લોહીથી ખરડાયેલા કપડાં અને ઘટનામાં ઉપયોગ કરવામાં આવેલી સ્કૂટી જપ્ત કરી લીધી છે. વિપિન સેઠી અને હિમાંશુ ઉર્ફ બલ્લી બંને ગુનો કરતા ઇજાગ્રસ્ત થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp