નજરે જોનારે કહ્યું-છોકરીને કારમાંથી ફેકાઇ, મેડિકલ રિપોર્ટમાં થયો આ ખુલાસો

PC: ndtv.com

દિલ્હીના કંઝાવાલાથી રવિવારે (1 જાન્યુઆરી 2023ના રોજ) એક યુવતીના દર્દનાક મોતની ઘટના સામે આવી છે. અહીં કેટલાક યુવકોએ સ્કૂટી સવાર યુવતીને ટક્કર મારી અને પછી તેને મદદ કરવાની જગ્યાએ 3-4 કિલોમીટર સુધી ધસડી લઇ ગયા. આ અકસ્માતમાં યુવતીનું મોત થઇ ગયું. આ મામલે યુવતીનો મેડિકલ રિપોર્ટ અને પ્રત્યક્ષદર્શીના નિવેદનથી નવું ટ્વીસ્ટ આવ્યું છે. મેડિકલ રિપોર્ટમાં ડૉક્ટરે માત્ર છોકરીના માથામાં ઇજા થઇ હોવાનો ઉલ્લેખ કર્યો છે. તો પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે, કારથી છોકરીને બહાર ફેકવામાં આવી હતી.

ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચેલી એક ન્યૂઝ ચેનલની ટીમ સાથે વાતચીત કરતા પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો કે, અકસ્માત થતા કોઇએ જોયો નથી, યુવતીને ગાડીમાંથી ફેકવામાં આવી હતી. યુવતીના શબનો ઉપરનો હિસ્સો ક્ષત-વિક્ષત અવસ્થામાં નહોતો. આરોપીઓએ પોલીસને પાસે આવતી જોઇને શબને કારમાંથી ફેક્યું હતું. આ અકસ્માત 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની રાત્રે થયો છે. પ્રત્યક્ષદર્શી દીપકનું કહેવું છે કે, કાર સામાન્ય ગતિમાં હતી અને જોતા લાગી રહ્યું હતું કે તેને ચલાવનારો નોર્મલ છે.

સવારના સમયે લગભગ 3:15 વાગ્યે દીપક દૂધની ડિલિવરીની રાહ જોઇ રહ્યો હતો, ત્યારે તેણે એક કારને આવતા જોઇ. એ કારમાં પાછળના પૈડાથી તેજ અવાજ આવી રહ્યો હતો. પોલીસે આ ઘટનામાં કારમાં સવાર 5 યુવકોની ધરપકડ કરી લીધી છે. યુવકોની ઓળખ દીપક ખન્ના (ઉંમર 26 વર્ષ), જે ગ્રામીણ સેવામાં ચાલક પદ પર છે. બીજો 25 વર્ષીય અમિત ખન્ના, ઉત્તમ નગરમાં SBI કાર્ડ્સ માટે કામ કરે છે. ત્રીજો 27 વર્ષીય કૃષ્ણ, CP નવી દિલ્હીમાં સ્પેનિશ કલ્ચર સેન્ટરમાં કામ કરે છે, ચોથો યુવક 26 વર્ષીય મિથુન, નારાયણામાં હેર ડ્રેસર છે.

પાંચમો 27 વર્ષીય મનોજ મિત્તલ પી. બ્લોક સુલ્તાનપુરીમાં રાશન ડીલર છે. પોલીસે આ ઘટના બદ ગેરઇરાદે હત્યાનો કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે, આ ઘટના માત્ર અકસ્માતની છે અને સોશિયલ મીડિયા પર કોઇ પ્રકારની અફવા ન ફેલાવો. પીડિતાની મદદ કરવાની જગ્યાએ આરોપી કાર ડ્રાઇવ કરતા રહ્યા. દિલ્હી પોલીસના આઉટર જિલ્લાના DCP હરેન્દ્ર સિંહે કહ્યું કે, રવિવારે સવારે લગભગ 3 વાગ્યે કંઝાવાલા વિસ્તારમાં પોલીસને એક PCR કોલ મળ્યો.

તેમાં કહેવામાં આવ્યું કે, એક છોકરી નિર્વસ્ત્ર હાલતમાં રોડ કિનારે પડી છે. જાણકારી બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ મામલે દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરી છે. યુવતીની માતાએ કહ્યું કે, મારી દીકરી મારા માટે બધુ જ હતી. તે કાલે પંજાબી બાગમાં કામ કરવા ગઇ હતી. મારી દીકરી સાંજે સાઢા પાંચ (5:30) વાગ્યે ઘરથી નીકળી અને કહ્યું કે તે રાત્રે 10 વાગ્યા સુધીમાં આવતી રહેશે. મને સવારે તેની દુર્ઘટના બાબતે કહેવામાં આવ્યું, પરંતુ મેં શબ જોયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp