ત્રીજી દીકરી થઈ તો મંદિર બહાર છોડી ગઈ મા, અપહરણની ખોટી કહાની રચી પછી..

PC: indiatoday.in

મધ્ય દિલ્હીના દેશબંધુ ગુપ્તા રોડ વિસ્તારમાં બુધવારે સાંજે એક રાષ્ટ્રીય પાર્ટીના નેતાની પત્નીએ છોકરીનું અપહરણ થવાની જાણકારી આપી હતી. એવામાં આખા જિલ્લામાં પોલીસ હરકતમાં આવી ગઈ. ત્યારબાદ લોકલ પોલીસ સિવાય જિલ્લાના સ્પેશિયલ સ્ટાફને છોકરીની શોધખોળ કરવા માટે લગાવી દીધો. પોલીસ તપાસ બાદ રાત્રે ઉત્તરી દિલ્હીના મોરિસ નગરમાં એક મંદિર બહારથી છોકરીને સકુશળ જપ્ત કરી લેવામાં આવી. ઘટના શંકાસ્પદ લગતા જ્યારે છોકરીની માતાની પૂછપરછ કરી તો તે વારંવાર નિવેદન બદલવા લાગી.

ત્યારબાદ તેણે સ્વીકાર્યું કે, સતત ત્રીજી દીકરી થવાથી હતાશ થઈને છોકરીને મંદિર બહાર છોડીને ખોટો કોલ કર્યો હતો. મધ્ય જિલ્લાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે સાંજે 5:16 અને 5:21 વાગ્યે મહિલાએ કોલ કરીને પોલીસને જાણકારી આપી કે બાઇક સવાર બે બદમશોએ રાણી ઝાંસી રોડ, મામા ભાંજાની મજાર પાસે તેની છોકરી છીનવી લેવામાં આવી. આ ઘટના બાદ બદમાશ ફરાર થઈ ગયા. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તો જણાવ્યું કે તે પરિવાર સાથે મલ્કાગંજ વિસ્તારમાં રહે છે.

તે એક રાષ્ટ્રીય પાર્ટીના નેતાની પત્ની છે. પોલીસ તપાસ બાદ રાત્રે મોરિસ નજરના શિવ મંદિર બહાર છોકરી મળી ગઈ. આ દરમિયાન જ્યાંથી છોકરી છીનવવાની વાત થઈ રહી હતી, ત્યાં CCTVની તપાસ કરવામાં આવતા પોલીસને આવી કોઇ ઘટનાની જાણકારી ન મળી. શંકાના આધાર પર મહિલા સાથે વાત થઈ તો તેણે હકીકત સ્વીકારી લીધી. તેણે જણાવ્યું કે, તેણે પોતે જ છોકરીને મોરિસ નગર છોડીને અહીં આવીને ખોટો કોલ કર્યો હતો. મહિલાને ત્યાં સતત ત્રીજી વખત દીકરીનો જન્મ થયો હતો. એ વાતથી તે હતાશ હતી. તેણે છોકરીને ત્યાં છોડીને ખોટો કોલ કરવાનું મન બનાવી લીધું. તો ઘટના પર પતિએ કોઈ પણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી.

એક રિપોર્ટ મુજબ મોરિસ નગરમાં દોલત રામ કોલેજ પાછળ આવેલા મંદિર બહાર આ છોકરીને જોઈને લોકોએ પોલીસને જાણકારી આપી. ઘટનાસ્થળ પર પહોંચીને પોલીસે છોકરીને સકુશળ ચિકિત્સા તપાસ બાદ પરિવારને સોંપી દીધી. અપહારણની આ ઘટનાને લઈને DCP શ્વેતા ચૌહાણની દેખારેખામાં સ્પેશિયલ સ્ટાફના ઇન્સ્પેક્ટર શૈલેન્દ્ર શર્માએ તપાસ કરી હતી. તેમાં ખુલાસો થયો કે છોકરીનું અપહરણ થયું નહોતું. તેને તેની માતાએ જ મંદિર બહાર છોડી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp