26th January selfie contest

દિલ્હીની કોર્ટમાં મહિલાને 4 ગોળી મારી વકીલ બનીને આવ્યો હતો શૂટર, જુઓ વીડિયો

PC: jagran.com

સાઉથ દિલ્હીમાં આવેલી સાકેટ ડિસ્ટ્રીક્ટ કોર્ટ સંકુલમાં 21 એપ્રિલની સવારે ફાયરિંગના કારણે હંગામો મચી ગયો હતો. વકીલના વેશમાં આવેલા હુમલાખોરે મહિલાને ગોળી મારી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહિલા પર ચાર ગોળીઓ ચલાવવામાં આવી હતી. મહિલા ગંભીર રીતે ઘાયલ છે અને  તેમનેAIIMSમાંએઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયરિંગની ઘટના બાદ આરોપીની ઓળખ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી હિસ્ટ્રીશીટર છે. ઘટના કોર્ટના લોયર બ્લોક પાસે બની હતી. આ ઘટનામાં રાજકારણ પણ શરૂ થઇ ગયું છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે.

આજતકના અહેવાલ મુજબ ઘટના સમયે હાજર વકીલોએ કહ્યુ હતું કે મહિલા એક કેસના અનુસંધાનમાં કોર્ટમાં આવી હતી ત્યારે કોર્ટના મુખ્ય દરવાજા પાસે જ મહિલાને ગાળી મારવામાં આવી હતી. રિપોર્ટ મુજબ મહિલાને 4 ગોળી વાગી છે. એક ગોળી પેટમાં વાગી છે 3 ગોળી અન્ય ભાગમાં વાગી છે.મહિલા પર હુમલો કરનારની ઓળખ થઇ છે અને આરોપીનું નામ કામેશ્વર પ્રસાદ ઉર્ફે મનોજ સિંહ છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ હુમલાખોર કામેશ્વર પ્રસાદને બાર કાઉન્સિલે પહેલાં જ એક કેસમાં સસ્પેન્ડ કરેલો છે. એવું જાણવા મળ્યું છે કે કામેશ્વર પ્રસાદે મહિલાને 25 લાખ રૂપિયા આપ્યા હતા. જે બાબતે મહિલાએ છેતરપિંડી કરી હતી. એટલે ગુસ્સામાં આવીને કામેશ્વરે મહિલાને ગોળી મારી દીધી હતી. સાકેત બાર એસોસિયેશનના પ્રમુખ વિનોદ શર્માએ જણાવ્યું કે કોર્ટ સંકુલમાં કોઇ પણ પ્રકારની સુરક્ષામાં ચૂક થઇ નથી.

દિલ્હી પોલીસના એક SHO મહિલાને જીપમાં લઈને AIIMS માં લઇ ગયા હતા.જ્યાં મહિલાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે હાજર ગોવિંદ નામના વ્યક્તિએ આજતકને જણાવ્યું હતું કે,

અમે હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો. હુમલાખોરે પિસ્તોલ હવામાં લહેરાવી હતી, ત્યારપછી અંધાધૂંધી મચી ગઈ હતી. ગોવિંદે આગળ કહ્યું કે,હુમલાખોરે એ પછી મહિલા પર ગોળ ચલાવી હતી. ગોવિંદના કહેવા મુજબ હુમલો કરનાર  કામેશ્વર મહિલાનો પરિચીત છે.

આ ઘટનામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યુ કે, દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. બીજાના કામમાં અડચણ ઉભી કરવા અને દરેક બાબત પર ગંદી રાજનીતિ કરવાને બદલે દરેક વ્યક્તિએ પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ. અને જો તે સંભાળી ન શકાતું  હોય તો , તેમણે રાજીનામું આપવું જોઈએ જેથી કરીને કોઈ અન્ય કરી શકે. લોકોની સુરક્ષા રામના ભરોસે છોડી શકાય નહીં.

સાકેત કોર્ટ પરિસરમાં ફાયરિંગની ઘટના બાદ દિલ્હી પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાની તપાસ માટે પોલીસ ટીમની રચના કરવામાં આવી છે. હુમલાખોર કોર્ટમાં કેવી રીતે ઘૂસ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓ અને અનેક ટીમો કોર્ટ સંકુલમાં પહોંચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp