બિલ્ડરની પત્નીની ગોળી મારીને હત્યા, હુમલો કરનારે પણ કરી આત્મહત્યા

PC: indiatoday.in

રાજધાની દિલ્હીમાં મહિલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી અને આરોપીએ પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. સામે આવ્યું કે, આરોપી અને મહિલા બંને એક-બીજાને પહેલાથી જાણતા હતા. મહિલાના 3 બાળકો છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ, દિલ્હીના ડાબરી પોલીસ સ્ટેશનની પોલીસને જાણકારી મળી હતી કે, મહિલાને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાકાંડને રેણુના ઘર પાસે જ અંજામ આપવામાં આવ્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે, હુમલાવર પગપાળા આવ્યો હતો અને ગોલીકાંડને અંજામ આપ્યા બાદ ઘટનાસ્થળથી ભાગી નીકળ્યો હતો. પોલીસે રેણુના શબને પોસ્ટમોર્ટમ માટે મોર્ચૂરી મોકલાવ્યું હતું અને વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાની ફૂટેજ શોધવાની શરૂ કરી દીધી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપીની ઓળખ કરી લીધી હતી. ત્યારબાદ પોલીસ આરોપી યુવક આશિષ ઘરના વિસ્તારમાં પહોંચી હતી. પોલીસ આશિષ ઘરે પહોંચી.

અંદર જઈને જોયું તો આશિષ ઘરના ટેરેસ પર મૃત હાલતમાં પડ્યો હતો. તેણે દેશી બંદૂકથી ગોળી મારીને અત્યમહત્યા કરી લીધી હતી. પોલીસે તેનું શબ કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યું છે. પોલીસે જણાવ્યું કે, આશીષની ઉંમર 23 વર્ષ હતી. પોલીસના જણાવ્યા મુજબ આશિષ અને રેણુ એક-બીજાને પહેલાથી જાણતા હતા. બંને એક જ જિમમાં જતા હતા, ત્યાં તેમની મુલાકાત થઈ હતી. પોલીસનું કહેવું છે કે રેણુનો પતિ પ્રોપર્ટીનું કામ કરે છે અને તેના 3 બાળકો છે. કેસ નોંધી લેવામાં આવ્યો છે અને તેની આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

દ્વારકા DCP એમ. હર્ષવર્ધને મીડિયાને જણાવ્યું કે, ગુરુવારે રાત્રે લગભગ 8:45 વાગ્યે પોલીસને ઘટનાની જાણકારી મળી હતી. 42 વર્ષીય એક મહિલાની ગોળી મારવામાં આવી છે. તેની ઓળખ રેણુના રૂપમાં થઈ છે. મહિલાને તેના ઘર પાસે જ ગોળી મારી દેવામાં આવી. રેણુનો પતિ બિલ્ડર છે. મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જો કે ત્યાં સુધી તેનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસે પોતાની શરૂઆતી તપાસ બાદ આ હત્યાકાંડમાં અપરસપરસનો ઝઘડાની આશંકા વ્યક્ત કરી છે. ઘટનાની તપાસ માટે ડાબરી પોલીસ સ્ટેશન સિવાય ઓપરેશન સેલની સ્પેશિયલ સ્ટાફ, AATS સહિત બીજી ટીમોને લગાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp