સમયસર પહોંચવાના ટેન્શનમાં 3 વાર થયો ડિલીવરી બોયનો અકસ્માત, રડી પડ્યો પછી...

PC: twitter.com

જો તમે ઝોમેટો અને સ્વિગી જેવા ફૂડ એગ્રીગેટર્સ પાસેથી ખાવાનું ઓર્ડર કરો છો અને ડિલીવરી બોય તમારા દરવાજા પર સમય પર નથી પહોંચતો, તો પૂરી શક્યતાઓ છે કે, તેને આવવામાં મોડું થતા તમે તેના પર ગુસ્સો કરતા હશો, પણ તમે ક્યારેય એને પૂછ્યું છે કે, તેને આવવામાં મોડું કેમ થયું? એને કોઈ દુર્ઘટનાના કારણે તો મોડું નથી થયું ને? શું કોઈ હેલ્થ ઈમરજન્સી હતી? દરેક વ્યક્તિ ગુસ્સો કરવાના પહેલા આવું નથી વિચારતો. જો આ વિશે વિચાર નથી કરતા તો, હવેથી એ કરજો. કેમ કે, એક આવી જ ઘટના થઇ છે, જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો.

ઓર્ડર પહોંચાડતા સમયે થઇ આવી હાલત

કોમેડિયન સાહિલ શાહે ટ્વીટર પર પોસ્ટ શેર કરીને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, એક ફૂડ ડિલીવરી બોય તેના સામે આવીને રડી પડ્યો હતો. કેમ કે, ઓર્ડર પહોંચાડતા સમયે તેનો ત્રણ વખત અકસ્માત થયો હતો. પોતાની પોસ્ટમાં તેને ગ્રાહકોને ધીરજથી અને સારો વ્યવહાર કરવાની અપીલ કરી છે. તેને અનેક ટ્વીટ કરીને લોકોને અપીલ કરી કે, ડિલીવરી પર્સન સાથે વાત કરતા સમયે થોડો સૌમ્ય વ્યવહાર કરો.

ડિલીવરી બોયે જણાવી પૂરી ઘટના

સાહિલ શાહે લખ્યું કે, ‘આજે મારી પાસે એક ફૂડ ડિલીવરી બોય આવીને રડવા લાગ્યો હતો. કેમ કે, મારો ઓર્ડર પહોંચાડતા સમયે તેની સાથે 3 દુર્ઘટનાઓ થઇ હતી. મેં તેને પાણી આપ્યું અને એક સારી ટીપ આપી અને તેની પાસે ક્ષમા પણ માગી હતી. કેમ કે, મારૂ 500 રૂપિયાનું ખાવાનું  ક્યારેય પણ તેના જીવનથી વધુ નથી. કૃપયા ડિલીવરી કરવા આવનાર લોકો સાથે સારો વ્યવહાર કરો, તે તેમનું સર્વશ્રેષ્ઠ કામ કરી રહ્યા છે.’

ટ્વીટ કરીને કોમેડિયન સાહિલ શાહે કહી આ વાત

તેને આગળ લખ્યું કે, ‘જો તમને ભૂખ લાગી છે અને ફૂડ ડિલીવરી બોયને આવવામાં મોડું થાય છે, હું આ ગુસ્સાને સમજી શકું છું, પણ તે તમારા સુધી ખાવાનું પહોંચાડવા માટે પોતાનું જીવ જોખમમાં નાંખે છે. તમે કેટલા પણ ભૂખ્યા કેમ ન હોવ, પણ તમારી ભૂખ કોઈના જીવનની કિંમત ન હોવી જોઈએ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp