ધારાસભ્યની માગ ધોનીની આગેવાની હેઠળની CSK પર પ્રતિબંધ મુકો, કારણ કે...

PC: sportskhabri.com

તમિલનાડુ વિધાનસભામાં IPLની એક ક્રિક્રેટ ટીમનો મુદ્દો ગરમાયેલો છે. મંગળવારે પાટ્ટાલી મક્કલ કોચી (PMK) પાર્ટીના ધારાસભ્ય એસ પી વેંકટેશ્વરને વિધાનસભમાં ધોનીની આગેવાની હેઠળની ચેન્નઇ સુપર કિંગ્સ ( CSK) પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે. એના માટે એમણે એવી દલીલ રજૂ કરી છે કે CSKની ટીમમાં એક પણ તમિલ ખેલાડી નથી.

તમિલનાડુ વિધાનસભામાં સ્પોર્ટસ બજેટ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે PMK પાર્ટીના ધર્મપુરીના ધારાસભ્ય એસ પી વેંકટેશ્વરને CSK પર પ્રતિબંધ મુકવાની વાત કરી હતી. ધારાસભ્યનું કહેવું હતુ કે ચેન્નઇ સુપર કિંગ્સ તમિલનાડુથી છે, પરંતુ રાજ્યના જ યુવાનોને તેમાં સ્થાન મળ્યું નથી.તમિલનાડુનો એક પણ ખેલાડી ટીમમાં સામેલ નથી. ધારાસભ્યએ આગળ કહ્યુ કે તમિલનાડુની એક ટીમ છે જે આવક કમાઇ રહી છે, પરંતુ તમિલના ખેલાડીઓને સ્થાન આપતી નથી.

વિધાનસભાની બહાર નિકળ્યા પછી મીડિયા સાથેની વાતચીતમાં એસ પી વેંકટેશ્વરને કહ્યું કે, અનેક લોકો મને કહી રહ્યા છે કે તમિલનાડુમાં પણ સારા ક્રિક્રેટરો છે. તમિલનાડુની રાજધાનીના નામ પરથી ચેન્નઇ સુપર કિંગ્સનું નામ છે.રાજધાનીનું નામ જોડાયેલું હોવા છતા તમિલના યુવાનો સામેલ ન હોવા એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. તેમણે કહ્યું કે,  એટલે આ મુદ્દો મેં વિધાનસભામાં ઉચક્યો હતો, પરંતુ સ્પોર્ટસ મંત્રીએ કોઇ જવાબ આપ્યો નહોતો.

આ ઉપરાંત AIADMKના ધારાસભ્યએ IPLના પાસ માંગ્યા હતા જેને કારણે પણ વિધાનસભામાં વિવાદ ઉભો થયો હતો. ધારાસભ્ય એસ પી વેલુમણિએ કહ્યુ કે જ્યારે રાજ્યમાં AIADMKની સરકાર હતી ત્યારે અમને IPLના પાસ મળતા હતા. તેમણે આરોપ લગાવ્યો કે હાલની સરકારને IPLની મેચના 400 પાસ મળ્યા છે, પરતુ AIADMKના ધારાસભ્યોને પાસ આપ્યા નથી.

એસ પી વેલુમણિએ કહ્યુ કે, જ્યારે મેં પાસની માંગણી કરી તો રમત ગમત મંત્રી ઉદયનિધી સ્ટાલિને કહ્યું કે, જાઓ જઇને BCCIના જય શાહ પાસે જઇને પાસ માંગો. વેલુમણિએ કહ્યું કે, મને ખાલી 5 પાસ અપાવી દો,  પૈસા પણ આપી દઇશું.  વેલુમણિએ કહ્યુ કે,હવે મને ખબર નથી કે તમને ટિકિટ ક્યાંથી મળી. તેમણે કહ્યું, હું મારા પૈસાથી 150 લોકોને મેચ જોવા માટે લઇ ગયો હતો. વેલુમણીએ રમત ગમત મંત્રીને કહ્યુ કે, IPL BCCI હેઠળ આવે છે અને BCCIના સેક્રેટરી જય શાહ એ તમારા નજીકના મિત્ર અમિત શાહના પુત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp