તાજમહલ-કુતુબમિનારને તોડી પાડી દુનિયાનું સૌથી સુંદર મંદિર બનાવવામાં આવે: BJP MLA

PC: bharat.republicworld.com

આસામના ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા રૂપજ્યોતિ કુર્મીએ વિવાદિત નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું છે કે, મુઘલ બાદશાહ શાહજહાં તરફથી બનાવવામાં આવેલો તાજમહાલ પ્રેમનું પ્રતિક નથી. મુમતાજ મહલની યાદમાં બનાવવામાં આવેલા તાજમહલને લઈને ઊભા સવાલ કરવામાં આવ્યા. તાજમહલને દુનિયા પ્રેમની સૌથી મોટી નિશાની માને છે, જેને જોવા માટે દર વર્ષે લાખો પર્યટકો આવે છે. રૂપજ્યોતિ કુર્મીએ કહ્યું કે, તાજમહલ પ્રેમનું પ્રતિક નથી. શાહજહાંએ પોતાની ચોથી પત્ની મુમતાજની યાદમાં તાજમહલ બનાવ્યો હતો.

જો તે મુમતાજને પ્રેમ કરતો હતો, તો તેણે મુમતાજના મોત બાદ બીજા ત્રણ વખત બીજા લગ્ન શા માટે કર્યા? રૂપજ્યોતિ કુર્મીએ કહ્યું કે, શાહજહાંની બીજી બેગમોનું શું થયું? તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માગ કરી કે, મુઘલ કાળમાં બનેલા તાજમહલ અને કુતુબમિનારને તોડી પાડવામાં આવે, તેની જગ્યાએ મંદિર બનાવવામાં આવે. તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે, તાજમહલ અને કુતુબમિનારને ધ્વસ્ત કરી દેવામાં આવે. અહી દુનિયાનું સૌથી સુંદર મંદિર બનાવવામાં આવે.

રૂપજ્યોતિ કુર્મીએ કહ્યું કે, આ જગ્યાએ પર ભવ્ય મંદિરનું નિર્માણ થાય. આ નિર્માણની આસપાસ કોઈ અન્ય નિર્માણ પર તાત્કાલિક રોક લાગે. આ કામ માટે તેઓ પોતાની એક વર્ષની સેલેરી મંદિરમાં દાનમાં આપી દેશે. રૂપજ્યોતિ કુર્મીના આ નિવેદનની લોકો ખૂબ નિંદા કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, એક જવાબદાર અને સંવૈધાનિક પદ પર બેસેલા વ્યક્તિએ આ પ્રકારનું નિવેદન ન આપવું જોઈએ. કેટલાક લોકોએ કહ્યું કે, આ નિવેદન ખૂબ જ ખોટું છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, દેશનો માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. તો એક વર્ગ ભાજપના ધારાસભ્યના નિવેદનના વખાણ કરી રહ્યો છે.

શા માટે શાહજહાંએ બનાવ્યો હતો તાજમહલ?

તાજમહલને પ્રેમનું પ્રતિક પહેવામાં આવે છે. મુઘલ બાદશાહ શાહજહાંએ તેને વર્ષ 1632માં બનાવડાવ્યો હતો. મુમતાજ મહલ, શાહજહાંની ચોથી પત્ની હતી, તેની યાદમાં તાજમહલ બનાવવામાં આવ્યો હતો. એમ કહેવામાં આવે છે કે, તેનું મોત પોતાના 14મા સંતાનને જન્મ આપતી વખત થઈ ગયું હતું. તાજમહલ સફેદ સંગેમરમરનો એક ખૂબ જ સુંદર મકબરો છે. તે પોતાના શાનદાર વસ્તુશિલ્પના કારણે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. યુનેસ્કોના ધરોહર સ્થળોમાં તેને એક માનવામાં આવે છે. આ દંપતીના કુલ 14 સંતાન હતા, પરંતુ તેમાંથી માત્ર 7 જ જીવિત રહ્યા હતા. મુમતાજનું મોત ગર્ભાવસ્થા દરમિયાન 1631માં પોતાના છેલ્લા સંતાનને જન્મ આપતી વખત થયું હતું, તેની યાદમાં જ તાજમહલ શાહજહાંએ બનાવડાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp