નોટબંધી પર એક જજે કહ્યું- આ તાકાતનો ઉપયોગ, જે રીતે લાગૂ કરી તે કાયદેસર નહોતું

PC: zeenews.india.com

કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવ્યો છે. પાંચ જજોની બેન્ચે સોમવારે આ નિર્ણય આપ્યો. બેન્ચે કહ્યું કે, 500 અને 1000ની નોટ બંધ કરવાની પ્રક્રિયામાં કોઈ ગડબડ નહોતી થઈ. બેન્ચે એવુ પણ કહ્યું કે, આર્થિક નિર્ણય પલ્ટી ના શકાય. સંવિધાન બેન્ચે આ નિર્ણય ચાર-એકની બહુમતથી સંભળાવ્યો. પાંચ જજોની સંવિધાન બેન્ચમાં જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર, બીઆર ગવઈ, એએસ બોપન્ના, વી. રામસુબ્રમણ્યમ અને જસ્ટિસ બીવી નાગરત્ના સામેલ હતા. તેમાંથી જસ્ટિસ બીવી નાહરત્નાએ બાકી ચાર જજો કરતા અલગ નિર્ણય લખ્યો. તેમણે કહ્યું કે, નોટબંધીનો નિર્ણય ગેરકાયદેસર હતો. તેને ગેઝેટ નોટિફિકેશનના કારણે કાયદા દ્વારા લેવામાં આવવાનો હતો. જોકે, તેમણે કહ્યું કે, તેની સરકારના જૂના નિર્ણયો પર કોઈ અસર નહીં પડશે.

સુપ્રીમ કોર્ટની સંવિધાન બેન્ચે કહ્યું- નોટબંધી પહેલા સરકાર અને RBI વચ્ચે સરકારનો મનમાનો નિર્ણય નહોતો. સંવિધાન બેન્ચે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો, પરંતુ બેન્ચમાં સામેલ જસ્ટિસ બીવી નાગરત્નાએ તેને માટે અપનાવવામાં આવેલી પ્રોસેસને ખોટી ગણાવી.

જસ્ટિસ બીવી નાગરત્નાએ પોતાના નિર્ણયમાં આ મુદ્દાઓનો કર્યો ઉલ્લેખ

  • 8 નવેમ્બર, 2016ના રોજ કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલી નોટબંધી ગેરકાયદેસર છે. તેને સંસદમાં કાયદો બનાવીને લાગૂ કરવામાં આવવી જોઈતી હતી, ગેઝેટ નોટિફિકેશન દ્વારા નહીં.
  • રેકોર્ડ્સ અનુસાર, 98% નોટ્સનું એક્સચેન્જ થયું. તેના પરથી લાગે છે કે નોટબંધીનો ઈરાદો પૂર્ણ નથી થયો પરંતુ, કોર્ટ આ આધાર પર નિર્ણય ના કરી શકે.
  • 500 અને 1000 રૂપિયાની તમામ નોટો પર બેન ગેરકાયદેસર છે પરંતુ, આ નિર્ણય લેવામાં આવી ચુક્યો છે. એવામાં તેના પર કોઈ એક્શન ના લઈ શકાય.
  • નોટબંધીનો ઈરાદો સાચો હતો, તેમા કોઈ શંકા નથી. તેના દ્વારા સરકાર બ્લેકમની, ટેરર ફંડિંગ પર પ્રતિબંધ લગાવવા ઈચ્છતી હતી પરંતુ, લીગલ ગ્રાઉન્ડ પર આ પગલું ગેરકાયદેસર હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ દેશના નામે સંદેશમાં અડધી રાતથી 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. એટલે કે વડાપ્રધાનની જાહેરાતના 4 કલાક બાદ જ આ જૂની નોટ ચલણમાંથી બહાર થઈ ગઈ હતી.

સરકાર તરફથી અચાનક સંભળાવવામાં આવેલા આ નિર્ણય વિરુદ્ધ દેશની અલગ-અલગ હાઈકોર્ટ્સમાં કુલ 58 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓમાં કહેવામાં આવ્યું હતું કે, સરકારે RBI કાયદા 1934ની ધારા 26(2)નો ઉપયોગ કરવામાં ભૂલ કરી છે. સુપ્રીમ કોર્ટે તમામની સુનાવણી એક સાથે કરવાનો આદેશ કર્યો.

અરજીકર્તાઓની દલીલ હતી કે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમની ધારા 26(2) કોઈ વિશેષ મૂલ્યવર્ગની કરન્સી નોટોને સંપૂર્ણરીતે રદ્દ કરવા માટે સરકારને અધિકૃત નથી કરતી. તે કેન્દ્રને સંપૂર્ણ કરન્સી નોટોને રદ્દ કરવાનો નહીં પરંતુ એક ખાસ સીરિઝની કરન્સી નોટોને રદ્દ કરવાનો અધિકાર આપે છે. મામલાની સુનાવણી દરમિયાન પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે દલીલ કરી હતી કે, કેન્દ્ર સરકાર પોતે આવો કોઈ નિર્ણય ના લઈ શકે અને આવુ માત્ર RBIના કેન્દ્રીય બોર્ડની ભલામણો પર જ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp