પતિ સેક્સ નહોતો કરતો, હાઈકોર્ટ કહે- સેક્સનો ઇનકાર કરવો ક્રૂરતા છે પણ, અપરાધ નથી

PC: indiatimes.com

પતિ અથવા પત્નીને લાંબા સમય સુધી શારીરિક સંબંધ બનાવવાથી ઇન્કાર કરવો ક્રૂરતાના દાયરામાં આવે છે. આ વ્યવસ્થા સુપ્રીમ કોર્ટ પણ આપી ચુક્યુ છે. જોકે, એક તાજા નિર્ણયમાં કર્ણાટક હાઈકોર્ટે કહ્યું છે કે, સેક્સથી ઇન્કાર કરવો હિંદુ મેરેજ એક્ટ- 1955 અંતર્ગત ક્રૂરતા છે પરંતુ, ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની ધારા 498A અંતર્ગત નથી. હાઈકોર્ટએ આ નિર્ણય સંભળાવતા એક વ્યક્તિ અને તેના માતા-પિતા વિરુદ્ધ પત્ની દ્વારા શારીરિક સંબંધ બનાવવાનો ઇન્કાર કરવાના મામલામાં દાખલ અરજીને રદ્દ કરી દીધી છે. વ્યક્તિની પત્નીએ 2020માં ક્રિમિનલ કેસ દાખલ કરાવ્યો હતો. પતિએ પોતાના અને પેરેન્ટ્સ વિરુદ્ધ IPCની ધારા 498A અને દહેજ નિષેધ અધિનિયમ, 1961ની ધારા 4 અંતર્ગત દાખલ ચાર્જશીટને હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો.

જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે પતિ દ્વારા પ્રસ્તુત અરજી પર ધ્યાન આપતા કહ્યું કે, અરજીકર્તા વિરુદ્ધ એકમાત્ર આરોપ એ છે કે, તે એક વિશેષ આધ્યાત્મિક વિચારને માને છે. તેનો વિશ્વાસ છે કે, પ્રેમનો મતલબ શારીરિક સંબંધ બનાવવા નહીં, તે આત્માથી આત્માનું મિલન હોવુ જોઈએ. એટલે કે હિંદુ વિવાહ અધિનિયમ- 1955 અંતર્ગત પતિ દ્વારા શારીરિક સંબંધ બનાવવાથી ઇન્કાર કરવો ક્રૂરતા છે પરંતુ, તે IPCની ધારા 498A અંતર્ગત નથી આવતું. કોર્ટને જણાયુ કે, અરજીકર્તાએ ક્યારેય પણ પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી ન હતી, જે નિશંકપણે હિંદુ વિવાહ અધિનિયમની ધારા 12 (1) (એ) અંતર્ગત વિવાહ ક્રૂરતાના દાયરામાં નથી આવતું.

આ દંપત્તિના લગ્ન 18 ડિસેમ્બર, 2019ના રોજ થયા હતા પરંતુ, પત્ની સાસરામાં માત્ર 28 દિવસ રહી. તેણે 5 ફેબ્રુઆરી, 2020ના રોજ પોલીસમાં 498A અને દહેજ એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરાવી હતી. હિંદુ મેરેજ એક્ટની ધારા 12 (1) (એ) અંતર્ગત ફેમિલી કોર્ટમાં પણ કેસ દાખલ કર્યો. પત્નીની માંગ હતી કે, આ લગ્ન પૂર્ણ નથી થયા આથી ક્રૂરતાના આધાર પર લગ્નને સમાપ્ત કરી દેવામાં આવે. લગ્નની માન્યતા 16 નવેમ્બર, 2020ના રોજ રદ્દ કરી દેવામાં આવી હતી. તેમ છતા પત્નીએ ક્રિમિનલ કેસ ચાલુ રાખ્યો હતો.

હાઈકોર્ટે કહ્યું કે, ક્રિમિનલ કેસને ચાલવા ના દઈ શકાય કારણ કે, તે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ હશે અને મિસકેરેજ ઓફ જસ્ટિસ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp