VIDEO: રોપ વેમાં કાલથી ફસાયા છે અનેક લોકો, 1નું મોત, આર્મી આવી બચાવમાં

PC: twitter.com

ઝારખંડ રાજ્યના દેવઘરમાં ત્રિકુટ પર્વત પર મોટી દુર્ઘટના થઈ છે. રવિવારે સાંજે પ્રવાસીઓ માટે તૈયાર કરવામાં આવેલા રોપ વેની ટ્રોલી સામસામે અથડાઈ જતા દુર્ઘટના બની હતી. જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતું. જ્યારે 48માંથી 8ને રેસ્ક્યૂ કરી લીધા છે 40 લોકો હજું બાકી છે. ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે હવે ભારતીય વાયુ સેનાના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે. MI17 હેલિકોપ્ટરથી રેસક્યુ ઑપરેશન કરવામાં આવી રહ્યું છે.

ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે NDRFની ટીમની મદદ લેવાઈ છે. જે સતત રેસક્યુ ઑપરેશન કરી રહી છે. પણ હેલિકોપ્ટરના ભારે પવનને કારણે ટ્રોલી ડામાડોળ થઈ રહી છે. જેનાથી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. દેવઘર જિલ્લા વહીવટી તંત્રની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. લોકોને ઝડપથી બહાર કાઢવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. રવિવારે રામનવમી હોવાથી હજારોની સંખ્યામાં લોકો અહીં ફરવા માટે આવ્યા હતા. રોપ વૅની મજા લેવા માટે આવ્યા હતા.

અચાનક ટ્રોલી એકબીજા સાથે અથડાઈ ગઈ અને આ ઘટના બની. આ ઘટનાને લઈને એક પ્રવાસીએ ત્યાં સુધી કહ્યું કે, આ ઘટના એવા સમય બની છે જ્યારે એક ટ્રોલી ઉપર જઈ રહી હતી અને બીજી નીચે આવી રહી હતી.

આ દરમિયાન ટ્રોલી એકબીજાના સંપર્કમાં આવી ગઈ પછી જોરદાર ટક્કર થઈ ગઈ હતી. જે પ્રવાસીઓને ઈજા પહોંચી છે એમને તાત્કાલિક સારવાર હેતું હોસ્પિટલ ખસેડ્યા છે. બે ટ્રોલી એકબીજા સાથે અથડાતા અન્ય ટ્રોલી પણ ડિસપ્લેસ થઈ ગઈ હતી. તો કેટલીક પથ્થર સાથે અથડાઈ ગઈ હતી.

આ ઘટના બાદ જિલ્લા ક્લેક્ટર મંજુનાથ ભૈજંત્રીએ કહ્યું કે, રોપ વૅ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર હેતું હોસ્પિટલ મોકલી દેવાયા છે. સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે, કેન્દ્ર સરકાર અને ઝારખંડ સરકારના મુખ્યસચિવ તાત્કાલિક બીજી ટીમ રવાના કરે. ત્રણ ત્રણ અલગ અલગ પહાડ આવેલા હોવાને કારણે આ પહાડીનું નામ ત્રિકુટ પર્વત છે. દેવઘર જિલ્લાથી 13 કિમી દૂર દુમકા રોડ પર આ ઘટના બની છે. આ જ પર્વત પર દેશની સૌથી મોટી રોપ વૅ સર્વિસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp