આ કામ માટે રજા ન મળતા ડેપ્યુટી કલેક્ટર નિશા બાંગરે આપી દીધું રાજીનામું

PC: arujala.com

મધ્ય પ્રદેશના પ્રશાસનિક વિભાગથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છતરપુર જિલ્લાના લવકુશ નગરમાં ડેપ્યુટી કલેક્ટરના પદ પર ફરજ બજાવતા નિશા બાંગરે રાજીનામું આપી દીધું છે. નિશા બાંગર મધ્ય પ્રદેશના ચર્ચિત અધિકારી છે. તેમણે સંવિધાનને સાક્ષી માનીને પોતાના લગ્ન કર્યા હતા. તેની સાથે જ નિશા બાંગર ચૂંટણી લડે તેવી અટકળો હતી, પરંતુ આ વખત તેમણે રજા ન મળવાના કારણે રાજીનામું આપી દીધું છે. નિશા બાંગરે રાજીનામામાં લખ્યું કે, પોતાના જ ઘરના ઉદ્વઘાટન કાર્યક્રમના અવસર પર હાજર રહેવા માટે રજા ન આપવા અને ધાર્મિક ભાવનાઓને અનુરૂપ ધાર્મિક કાર્યક્રમની મંજૂરી ન આપવાના કારણે રાજીનામું આપવું પડ્યું છે.

તેમણે સામાન્ય પ્રશાસન વિભાગને પત્ર મોકલી દીધો છે. નિશા બંગારે રાજીનામું ગુરુવારે આપ્યું હતું. નિશા બાંગરના ઘરનો ગૃહ પ્રવેશ 25 જૂનના રોજ બૈતુલ જિલ્લાના આમલામાં થવાનો હતો. જેના માટે તેને રજા મળી નહોતી. પોતાના પત્રમાં નિશા બાંગરે એ વાતનો ઉલ્લેખ કર્યો કે તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ જ કારણે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. વર્તમાનમાં નિશા બાંગરે છતરપુર જિલ્લાના લવકુશ નગરમાં SDMના પદ પર પદસ્થ છે.

નિશા બાંગરે થોડા દિવસ અગાઉ ત્યારે લાઇમલાઇટ મેળવી હતી, જ્યારે બૈતુલ જિલ્લાની આમલા વિધાનસભાથી તેમની ચૂંટણી લડવાની વાત સામે આવી હતી. એક ન્યૂઝ વેબસાઇટ સાથે વાત કરતા નિશા બંગારે એ વાતની જાણકારી આપી છે કે તેમના ખાનગી મકાનનું ઉદ્વઘાટન થવાનું હતું. તેના માટે તેમણે પ્રશાસનને રજા મેળવવા માટે પત્ર લખ્યો હતો, ત્યારબાદ તેમને રજા આપવામાં ન આવી. નિશા બાંગરે જાણકારી આપતા કહ્યું કે, થાઈલેન્ડથી ભીમરાવ આંબેડકરની અસ્થિઓ આવવાની છે એટલે એક કાર્યક્રમના માધ્યમથી તેમાં સામેલ થવા માગતી હતી, પરંતુ મધ્ય પ્રદેશ પ્રશાસને રજા ન આપી. આ કારણે રાજીનામું આપી દીધું છે.

ડેપ્યુટી કલેક્ટર નિશા બાંગરે આરોપ લગાવ્યો કે, સંભવતઃ તેમને રાજનૈતિક કારણોસર આ કાર્યક્રમોમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવી નથી. હાલમાં મધ્ય પ્રદેશ શાસન તરફથી અત્યાર સુધી રાજીનામું મંજૂર કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે, પ્રશાસન તરફથી કાર્યક્રમને લઈને કઈ કહ્યું નથી, પરંતુ જો અંતિમ સમયે કાર્યક્રમ રોકવામાં આવે છે તો તથાગત બુદ્ધના અનુયાયી આંદોલન કરશે. ઉલ્લેખનીય છે કે, આમલામાં આયોજિત કાર્યક્રમમાં શ્રીલંકાના કાયદા મંત્રી સહિત લગભગ 11 દેશોના સર્વધર્મ પ્રતિનિધિ સામેલ થશે. સાથે જ શ્રીલંકાથી તથાગત બુદ્ધની અસ્થિતઓ પણ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp