56 દિવસમાં બળાત્કારી રામ રહીમ પેરોલ પર ફરી 40 દિવસ જેલ બહાર, સાથે દેખાઇ હનીપ્રીત

PC: ndtv.com

ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ ફરી એક વખત જેલથી બહાર આવી ગયો છે. શનિવારે ગુરમીત રામ રહીમ સિંહને ફરી જામીન મળી ગયા છે. ગુરમીત રામ રહીમને 3 મહિનામાં બીજી વખત જામીન મળ્યા છે. જામીન મળ્યા બાદ રામ રહીમ બરનાવા ડેરા માટે રવાના થઇ ગયો છે. આ દરમિયાન રામ રહીમને લેવા માટે તેની દીકરી હનીપ્રીત પણ પહોંચી હતી. રિપોર્ટ્સ મુજબ ગુરમીત રામ રહીમે જામીન માટે અરજી કરી હતી. શાહ સતનામ સિંહના જન્મદિવસમાં સામેલ થવા માટે ગુરમીત રામ રહીમે 25 જાન્યુઆરીએ અરજી કરી હતી.

25 જાન્યુઆરીના રોજ ભંડારા અને સત્સંગ માટે ડેરામુખીએ જેલ પ્રશાસનને અરજી મોકલી હતી અને સિરસા જવાની મંજૂરી માગી હતી, જેની મંજૂરી આપી દેવામાં આવી છે. ગુરમીત રાહ રહીમને આ વખત 40 દિવસ માટે જામીન મળ્યા છે. ડેરા સાચ્ચા સૌદ પ્રમુખ ગુરમીત રાહ રહીમ સિંહને પોતાની બે શિષ્યાઓ પર દુષ્કર્મ કરવાના કેસમાં 20 વર્ષની જેલની સજા થઇ છે. 20 વર્ષની સજા ભોગવી રહેલો રામ રહીમ અત્યારે હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. આ સજા દરમિયાન રામ રહીમ ઘણી વખત જામીન પર જેલથી બહાર આવી ચૂક્યો છે.

ગયા વર્ષે પણ તેને 40 દિવસના જામીન, 21 દિવસની ફર્લો અને એક મહિનાના નિયમિત જામીન આપવામાં આવ્યા હતા. વર્ષ 2022ની અધિસૂચના હરિયાણા સારા આચરણવાળા કેદી (અસ્થાયી મુક્તિ) અધિનિયમ મુજબ સારા આચારણવાળા કેદીઓને એક કેલેન્ડર વર્ષમાં 10 અઠવાડિયા માટે નિયમિત જામીન આપી શકાય છે, જેને બે ભાગમાં લઇ શકાય છે. જો કે, મોટા ભાગના કેદીઓને એટલી સરળતાથી અને વારંવાર જામીન આપવામાં આવતા નથી, ભલે કોર્ટ અને અન્ય સંબંધિત અધિકારીઓને જામીન આપવાના અનુરોધ વધારે માત્રામાં આવ્યા હોય.

જેલમાં બંધ કેદી અને બંદીઓને તેમના પરિવારજનો સોમવાર, ગુરુવાર અને શનિવારે મળે છે. તેના માટે સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો સમય નક્કી હોય છે. એવામાં રામ રહીમને બપોરે પોણા બે વાગ્યાની આસપાસ બાગપત રવાના કરવામાં આવ્યો હતો. રામ રહીમ પર આરોપ છે કે કુરુક્ષેત્રના ખાનપુર કોલિયાન ગામના રહેવાસી રણજીત સિંહની હત્યા 10 જુલાઇ 2002ના રોજ એ સમયે કરી દેવામાં આવી, જ્યારે હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના ખાનપુર કોલિયાન ગામમાં ખેતરોમાં કામ કરી રહ્યો હતો.

ઊંડાણપૂર્વક તપાસ બાદ CBIએ વર્ષ 2007માં 6 આરોપીઓ વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કર્યા અને વર્ષ 2008માં આરોપ નક્કી કરવામાં આવ્યા, જ્યારે 8 ઓક્ટોબર 2021ના રોજ કોર્ટે રામ રહીમ અને અન્ય 4 લોકોને ડેરાના પૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યાના કેસના દોષી ઠેરવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp