ભાભીએ વાત કરવાની બંધ કરી તો નાના ભાઈએ મોટા ભાઈના પ્રાઇવેટ પાર્ટમાં માર્યો છરો

PC: twitter.com

બિહારના આરામાં ઘરેલુ વિવાદમાં નાના ભાઈએ મોટા ભાઈના પ્રાઇવેટ પાર્ટ સહિત ઘણા હિસ્સાઓમાં છરાથી વાર કરીને તેને ગંભીર રૂપે ઇજાગ્રસ્ત કરી દીધો. ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને સદર હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. ડૉક્ટરે જણાવ્યું કે, યુવકની હાલત સ્થિર છે. થોડા દિવસ બાદ તેને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ, આરોપી પોતાની ભાભી પર છરાથી હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેના મોટા ભાઈએ વચ્ચે બચાવ કર્યો, જેમાં તે ઇજાગ્રસ્ત થઈ ગયો.

આ ઘટના મુફસ્સિલ પોલીસ સ્ટેશન ક્ષેત્રના બભનોલી ગામની છે. અહી બે સગા ભાઈ એક-બીજાની લોહીના તરસ્યા થઈ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે, બંને ભાઈ મજૂરી કરે છે. ઘરમાં રૂપિયા આપવાને લઈને તેમની વચ્ચે વિવાદ થયો હતો. પીડિતનું કહેવું છે કે બધા લોકો એક જ ઘરમાં મળીને રહે છે. તેનો નાનો ભાઈ કોઈક ને કોઈ વાત પર મોટાભાગે વિવાદ કરતો રહે છે. એ સિવાય ઇજાગ્રસ્ત મનોજ શાહનું કહેવું છે કે, તેનો નાનો ભાઈ દીપક કુમાર સાહ ઘરમાં એક રૂપિયો પણ આપતો નથી.

આ કારણે તેની પત્ની ચંદ્રવતી દેવીએ થોડા મહિનાઓથી તેના નાના ભાઈ દીપક ઉર્ફ ગુડ્ડુ સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી. આરોપી દીપક મંગળવારની મોડી રાત્રે છાકટો થઈને ઘરે આવ્યો અને તે ભાભી સાથે ઝપાઝપી કરવા લાગ્યો. મનોજ શાહાએ તેનો વિરોધ કર્યો, તો તેણે છરા વડે હુમલો કરી દીધી. તેમાં તે ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયો. પરિવારજનોએ ઇજાગ્રસ્તની સારવાર માટે સદર હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. તો આ બાબતે પોલીસ સ્ટેશનના અધ્યક્ષ સંજય કુમાર સિંહે ફોન પર જણાવ્યું કે, પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની કોઈ ફરિયાદ દાખલ કરાવવામાં આવી નથી. ફરિયાદ મળવા પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

એક રિપોર્ટ મુજબ, ઇજાગ્રસ્ત થયેલા મનોજ શાહે જણાવ્યું કે, ઘરેલુ વિવાદને લઈને બંને ભાઈ અલગ રહે છે. આરોપી ભાઈ દીપક બહેનના લગ્નમાં કોઈ ખર્ચ ન આપ્યો અને ન તો ઘર ચલાવવામાં મદદ કરતો હતો. આ વાતને લઈને અમે બંને ભાઈ અલગ થઈ ગયા. છાકટો થઈને ઘરે આવતો અને ગાળાગાળી કરતો હતો, આ વાતને લઈને મારી પત્ની ચંદ્રવતી દેવી પોતાના દિયર સાથે વાત કરતી નહોતી. જ્યારે આજે મારી પત્ની ઘરના આંગણામાં વાસણ ધોઇ રહી હતી, ત્યારે ચંદ્રાવતીને છરો મારવા માટે દીપક દોડ્યો. આ દરમિયાન અમે બચાવવા માટે ગયા તો તેણે મને છરો મારીને ઇજાગ્રસ્ત કરી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp