
કથા વાચક દેવકીનંદન ઠાકુરે કાનપુરમાં મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, હિન્દુઓને જગાડવા માટે સોશિયલ સાઇટ્સ પર મોટું અભિયાન છેડવું પડશે. સોશિયલ સાઇટ્સ પર જેમના પણ અકાઉન્ટ છે, તેમણે પોતાના નામની આગળ “સનાતની” લખવું પડશે, જેથી જરૂરિયાત પડવા પર તેમની એક પોસ્ટ પર આપણે તેની મદદ માટે એકત્રિત થઈ શકીએ.
સોશિયલ સાઇટ્સના માધ્યમથી લાગે છે કે સનાતન ધર્મની મોટી લડાઈ લડી શકાય છે? તેના પર તેઓ કહે છે કે સોશિયલ સાઇટ્સ પર લડાઈ ભલે લડી ન શકાય, પરંતુ મોટો મેસેજ આપી શકાય છે. દરેક સનતાનીએ સોશિયલ સાઇટ્સ પર પોતાના નામ આગળ સનાતની લખવું જોઈએ. દેશમાં કેટલાક લોકો શુક્રવારે પોતાના દેવસ્થાન પર એકત્રિત થાય છે. દેશ-દુનિયામાં એક જગ્યાથી મેસેજ આપી દે છે, પરંતુ સનતાનીઓ પાસે એવું કોઈ પ્લેટફોર્મ નથી. આપણે બધાએ એક સ્ટેજ પર આવવું પડશે. સોશિયલ સાઇટ્સ પર રોજ સનાતની લખીને ટ્રેન્ડ કરવું જોઈએ. આ બધાની જવાબદારી છે.
સનાતની બોર્ડની રચના કેમ થવી જોઈએ? સરકાર તેને કેમ બનાવે અને તેનાથી શું બદલાવ આવશે? તેના પર દેવકીનંદને કહ્યું કે, સનાતની બોર્ડ કેમ ન હોવું જોઈએ? અમારી માગ શું અયોગ્ય છે? સરકાર કોની છે? વોટ કોણ આપે છે? વક્ફ બોર્ડ કેમ બનાવવામાં આવ્યું? તેઓ કોઈ પણ જગ્યાએ હાથ રાખી દે છે અને કહે છે કે આ જગ્યા અમારી છે. સનતાની બોર્ડ બનાવવું જોઈએ. તેમાં ધર્મચાર્યોની વરણી થવી જોઈએ. બોર્ડ હેઠળ ગુરુકુલમ્ સ્કૂલ ખોલવામાં આવે. આપણી 6-6 મહિનાની દીકરીઓ સાથે બળાત્કાર થઈ રહ્યો છે. આખરે આપણે ક્યારે જાગીશું.
ધર્માચાર્યોએ ધારાસભ્ય અને સાંસદ બનીને વિધાયિકામાં બેસવું જોઈએ, તેનાથી શું ફરક પડશે? આ સવાલ પર તેમણે કહ્યું કે, સંસદ અને વિધાનસભામાં ધર્માચાર્યોએ જવું જોઈએ. અત્યારે છે, પરંતુ તેની સંખ્યા ખૂબ ઓછી છે. સરકારોએ પ્રોત્સાહન આપવું જોઈએ. સંસદમાં ધર્માચાર્ય હોત તો લિવ-ઇન રિલેશનશિપ જેવા કાયદા ન બની શકતા. OTT પ્લેટફોર્મ પર આવનારી વેબ સીરિઝ પર શું કહેશો? તેના પર દેવકીનંદને કહ્યું કે, સરકાર તેના પર પૂરી રીતે પ્રતિબંધ લગાવી દે. સાસુ-સસરા સાથે છે, બહેન અને ભાઈમાં કોઈ ફરક દેખાડવામાં આવતો નથી. એવું કન્ટેન્ટ કોણે જોવું છે?
એ આપણું કલ્ચર નથી. 10 વર્ષનું બાળક OTT પર આ બધુ જોશે, તો આગળ તે શું શીખશે? તે બહેનને બહેન નહીં સમજે. સમાજને સારો બનાવવા માટે સમાજની મોટી જવાબદારી હોય છે. તેની જવાબદારી પત્રકાર, નેતા, કલાકારો, કથાકારો અને સમજસેવીઓ સાથે બધાએ ઉઠાવવી પડશે. કાશી, મથુરાની લડાઈ કાયદાકીય રીતે જેમ લડવામાં આવી રહી છે તેનાથી તમે કેટલા સંતુષ્ટ છો? આ સવાલ પર તેમણે કહ્યું કે, મેં કાનપુરથી થોડા વર્ષ અગાઉ યાત્રા કાઢી હતી, રામ મંદિર માટે. એ સમયે અમે કહ્યું હતું, 3 જગ્યા અમને આપી દો. તેમણે ન આપી. કોર્ટનું મધ્યમ તેમણે છોડી દીધું. કોર્ટના માધ્યમથી મથુરા પણ લઈશું અને કાશી પણ. મથુરા અને કાશી સ્વતંત્ર થયું, તો દેશ અને રાજ્યમાં સનાતની સરકારો બનતી રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp