જ્યાં સુધી કાયદો ન આવે 5-6 બાળકોને જન્મ આપે સનાતની: કથાવાંચક દેવકીનંદન ઠાકુર

PC: tv9marathi.com

વસ્તી નિયંત્રણ કાયદા પર ભાગવત કથાવાંચક દેવકીનંદન ઠાકુર મહારાજ નિવેદન આપીને ચર્ચામાં આવી ગયા છે. નાગપુરમાં તેમણે કહ્યું કે, જ્યાં સુધી વસ્તી નિયંત્રણ કાયદો ન આવે, દરેક સનાતનીએ 5-6 બાળકોને જન્મ આપવા જોઈએ. દેવકીનંદન ઠાકુરે સનાતન બોર્ડની રચનાની પણ માગ કરી છે અને કહ્યું કે, આ બોર્ડમાં ધર્માચાર્ય જ હશે. દેવકીનંદન ઠાકુરે કહ્યું કે, વસ્તી પર આજ સુધી નિયંત્રણ થઈ શક્યું નથી. કોઈ વિચારી પણ નહીં શકે કે કેટલો મોટો વસ્તી વિસ્ફોટ થયો છે.

તેમણે કહ્યું કે, 4 પત્નીઓ અને 40 બાળકો જેવા મામલે કોઈ બોલનારું નથી. આઝાદી બાદ સૌથી મોટું સંક્રમણ સનાતન પર થયું છે. ભાગવત કથાવાંચક અને વૃંદાવનમાં ઠાકુર પ્રિયકાંત જૂ મંદિરના સંસ્થાપક દેવકીનંદન ઠાકુરે કહ્યું કે, ‘મારું કહેવું છે કે જ્યાં સુધી વસ્તી નિયંત્રણ કાયદો ન આવી જાય, ત્યાં સુધી સનતાનીઓએ વધારેમાં વધારે બાળકોને જન્મ આપવા જોઈએ. તેના માટે સમય પર લગ્ન કરો અને 5-6 બાળકોને જન્મ આપો. દેવકીનંદન ઠાકુરે કહ્યું કે, આજે લોકો અમને કહે છે કે તમે ખોટી નિવેદનબાજી કરો છો.

તેમણે સવાલ કર્યો કે, ‘જો ભારત આગામી 10 વર્ષ સુધી સનાતન રાષ્ટ્ર જાહેર ન થયું તો ઈમાનદારીથી બતાવો શું ભારત સેક્યૂલર દેશ રહી શકશે? આ હકીકતને જાણકાર પણ જો આંખો પર પટ્ટી બાંધીને ચૂપ બેઠા છે તો તેઓ આગામી પેઢી સાથે અન્યાય કરી રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કથા વાચક દેવકીનંદનને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. સાઉદી અરબના એક કોલરે મોબાઈલ કોલ પર ગાળો આપતા હિન્દુ ધર્મગુરુને ચોક પર જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી.

આ ધમકીને ધ્યાનમાં લેતા મહારાષ્ટ્ર પોલીસે કાર્યવાહી કરી હતી. દેવકીનંદન ઠાકુર મહારાજના પર્સનલ મોબાઈલ નંબર પર સાઉદી અરબથી એક કોલ આવ્યો હતો, જેને રીસિવ કરવા પર ફોન કરનારાએ દેવકીનંદન ઠાકુર પર મુસ્લિમો વિરુદ્ધ બોલવાનો આરોપ લગાવ્યો અને ગાળો આપવા લાગ્યો. દેવકીનંદનના વિરોધ કરવા પર તેમણે બોમ્બથી ઉડાવી દેવા અને ચોક પર જીવતા સળગાવવાની ધમકી આપી હતી.

દેવકીનંદન ઠાકુરને આ અગાઉ પણ ઘણી વખત જીવથી મારી નાખવા અને ટુકડા-ટુકડા કરવાની ધમકીઓ મળી ચૂકી છે. જેમાં પ્રિયકાંત જૂ મંદિર પર કોઈ મુસ્લિમ સંગઠનના નામથી ચિઠ્ઠી મળી હતી. તેમાં હિન્દુત્વના પ્રચાર પર સામૂહિક નરસંહારની ચેતવણી લખીને મોકલવામાં આવી હતી. વૃંદાવન પોલીસ સ્ટેશનમાં પણ આ સંબંધમાં કેસ નોંધાયેલો છે. તે ઉપરાંત કથા માટે દિલ્હી જતી વખત તેમની ગાડી રોકીને હુમલો કરવાનો પ્રયત્ન પણ થઈ ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp