26th January selfie contest

ઓમકારેશ્વર મંદિરમાં પૂજારીઓએ શ્રદ્ધાળુની પિટાઇ કરી, પૈસા લઈ પહેલા દર્શન...

PC: mptak.in

દેશના મુખ્ય 12 જ્યોર્તિલીંગોમાના એક ઓમકારેશ્વર મંદિરમાં એક અપ્રિય ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મંદિરના પુજારી અને કર્મચારી કોઇ શ્રદ્ધાળુને મંદિર પરિસરમાં જ પિટાઇ કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટનામાં પોલીસની હાજરી બની છે. આ ઘટનાને કારણે શ્રદ્ધાળુઓમાં ગુસ્સો ફાટી નિકળ્યો છે. શ્રદ્ધાળુઓનો આરોપ હતો કે મંદિરના પુજારી કેટલાંક ભક્તો પાસેથી પૈસા લઇને પહેલા દર્શનની સુવિધા કરાવી આપતા હતા.જ્યારે બાકીના શ્રદ્ધાળુઓ તો કલાકોથી લાઇનમાં ઉભા હતા. બીજી તરફ પુજારીઓનું કહેવું છે કે એક વ્યકિત મંદિરમાં અભદ્ર વહેવાર કરતો હતો, જેને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું.

આ દિવસોમાં ખંડવા જિલ્લાના  ઓમકારેશ્વર જ્યોતિર્લિંગમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. અહીં કોઈ પર્વ કે તહેવાર ન હોવા છતાં દરરોજ એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યા છે. ઓમકારેશ્વરના પંડિતો પોતે આશ્ચર્યચકિત છે કે અચાનક મુલાકાતીઓની સંખ્યા આટલી કેવી રીતે વધી ગઈ? બીજી તરફ ઓમકારેશ્વરનો પુલ લગભગ બે મહિનાથી બંધ છે જેના કારણે જુના પુલ પર જ ઘણી ભીડ જોવા મળે છે. મંદિરમાં દર્શનાર્થીઓ પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે.

જલ્દી દર્શન કરવાની હોડમાં ઘણી વખત આ મંદિરમાં વિવાદ ઉભો થતો રહે છે. શનિવારે પણ આ જ સ્થિતિ ઉદભવી હતી. જ્યારે એક શ્રદ્ધાળુએ પંડિતો પર આરોપ લગાવ્યો કે તમે ભેદભાવ કરી રહ્યા છો. લોકો કલાકોથી લાઇનમાં ઉભા છે અને તમે પૈસા લઇને લોકોને પાછલા દરવાજેથી પ્રવેશ આપી રહ્યા છો. આ વિવાદ એટલો વણસ્યો કે વાત મારપીટ સુધી પહોંચી ગઇ હતી. પોલીસની મધ્યસ્થીને કારણે વિવાદ વધારે વકરતા અટકી ગયો હતો. પોલીસે આ મામલામાં કોઇ ફરિયાદ નોંધી નથી.

મંદિરના પૂજારીઓનું કહેવું છે કે ભક્તએ પોતે જ એક કર્મચારીનો કોલર પકડીને આ વિવાદ શરૂ કર્યો હતો. તેની પ્રતિક્રિયા આ ઘટનાના રૂપમાં સામે આવી છે. કલેક્ટર અનૂપ કુમાર સિંહનું કહેવું છે કે ઉજ્જૈનમાં મહાકાલ લોકના લોકાપર્ણ બાદ બાદ ઓમકારેશ્વરમાં પણ ભક્તોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. અમે ગર્ભગૃહને મોટું કરવાની દરખાસ્ત પણ કરી છે. આ દરમિયાન VIP દર્શનની વ્યવસ્થા બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. અમારો પ્રયાસ છે કે અહીં દરેક વ્યક્તિ સરળતાથી દર્શન કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp