પેશાબ કાંડ પર DGCAની મોટી કાર્યવાહી, એર ઇન્ડિયા પર 30 લાખનો દંડ અને પાયલટ...

PC: khabarchhe.com

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પેશાબ કરવાની ઘટના પર વિમાનન કંપની વિરુદ્ધ શુક્રવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. DGCA નાગરિક ઉડ્ડયન નિયમોનું ઉલ્લંઘન કરવા પર એર ઇન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. એ સિવાય પાયલટ ઇન કમાન્ડનું લાઇસન્સ પણ 3 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. પાયલટ પર કાર્યવાહી વિમાન નિયમ 1937ના નિયમ 141 અને લાગૂ DGCAના નાગરિક ઉડ્ડયન નિયમો હેઠળ પોતાની ડ્યૂટી નિભાવવામાં નિષ્ફળ રહેવા પરની છે.

એ સિવાય એર ઇન્ડિયાની ઉડાણ સેવાઓમાં ડિરેક્ટર પર 3 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. ઘટનામાં પીડિત મહિલાએ એર ઇન્ડિયા પર સમયે રહેતા એક્શન ન કરવા અને કંપ્રોમાઇઝ કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ DGCAએ એર ઇન્ડિયાને કારણ બતાવો નોટિસ આપી હતી. DGCAએ એર ઇન્ડિયાને કહ્યું કે, તમારી વિરુદ્ધ એક્શન કેમ ન લેવામાં આવે? તમે પોતાનું દાયિત્વ સારી રીતે નિભાવ્યું નથી, છતા પણ ન્યાયિક પ્રક્રિયાને જોતા તમને જવાબ આપવા માટે 2 અઠવાડિયાનો સમય આપવામાં આવશે.

તેના આધાર પર જ આગળની કાર્યવાહી થશે. મહિલા યાત્રીએ પોતાની ફરિયાદમાં લખ્યું હતું કે, ‘હું ફ્લાઇટ AI102 પર પોતાની બિઝનેસ ક્લાસ મુસાફરી દરમિયાન થયેલી ભયાનક ઘટના બાબતે પોતાની ઊંડી નિરાશા વ્યક્ત કરવા માટે લખી રહી છું. આ મારી અત્યાર સુધીની સૌથી દર્દનાક ઉડાણ રહી છે. ઉડાણ દરમિયાન બપોરના ભોજનના તુરંત બાદ લાઇટ બંધ કરી દેવામાં આવી હતી, જ્યારે હું સૂવાની તૈયારી કરી રહી હતી, ત્યારે નશામાં ધુત્ત એક મુસાફર તેની સીટ પર આવ્યો અને તેણે પેશાબ કરી દીધું.

બીજા મુસાફરે હટાવવાનો પ્રયત્ન કર્યો છતા પણ તે ન માન્યો.’ તેણે AI કેબિન ક્રૂને આ ઘટના પ્રત્યે અસંવેદનશીલ બતાવી. તેમણે કહ્યું કે, ક્રૂએ તેને માત્ર કપડાં બદલવા માટે બસ એક જોડી પાયજામો અને ચપ્પલ આપી, પરંતુ હરકત કરનારા પુરુષ મુસાફર વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન કરી. 26 નવેમ્બરના રોજ ન્યૂ યોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં નશામાં ધુત્ત શંકર મિશ્રાએ બિઝનેસ ક્લાસમાં બેઠી 70 વર્ષીય મહિલા મુસાફર પર પેશાબ કરી દીધું હતું.

આ અંગે પોલીસ 7 જાન્યુઆરીના રોજ બેંગ્લોરથી આરોપીની ધરપકડ કરી હતી. રિપોર્ટ્સ મુજબ ઘટનાના 42 દિવસ બાદ તેની ધરપકડ થઇ. મુંબઇનો રહેવાસી શંકર સતત ફરાર રહેતો હતો, ત્યારબાદ તેની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપીના મોબાઇલ લોકેશનના આધાર પર તેની ધરપકડ કરી હતી. પોલીસે તેની વિરુદ્ધ IPCની કલમ 294, 354, 509, 510 હેઠળ કેસ નોંધ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp