કથાવાચક ધીરેન્દ્ર આચાર્યનો શિષ્ય યજમાનની પત્નીને ભગાડી ગયો, પરિણીતા બોલી...

PC: aajtak.in

મધ્ય પ્રદેશના છત્તરપુરમાં ગત મહિને કથા કરવા માટે આવેલા જગતગુરુ ધીરેન્દ્ર આચાર્યના શિષ્યને શહેરની એક પરિણીત મહિલા સાથે પ્રેમ થઈ ગયો. ત્યારબાદ શિષ્ય મહિલાને લઇને ભાગી ગયો. મહિલાનો એક બાળક પણ છે. મહિલાના પરિવારજનોએ તેની ફિયાદ પોલીસ સ્ટેશનમાં કરાવી હતી ત્યારબાદ પોલીસે મહિલાને શોધી કાઢી. પરિવારજનોએ શિષ્ય પર આરોપ લગાવ્યો કે તેણે મહિલા પર જાદુ-ટોણો કરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી છે. બીજી તરફ, મહિલાનું કહેવુ છે કે તે પોતે જ આચાર્યના શિષ્ય સાથે ગઈ છે. તે પોતાના પતિ સાથે નથી રહેવા માંગતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, ગત મહિને છત્તરપુરના ગૌરીશકંર મંદિરમાં ધર્મનગરી ચિત્રકૂટના જગતગુરુ ધીરેન્દ્ર આચાર્ય કથા કરવા માટે આવ્યા હતા. તેમનો શિષ્ય નરોત્તમદાસ ઉર્ફ ઉત્તમ દુબે પણ સાથે જ હતો. આ દરમિયાન નરોત્તમદાસનો છત્તરપુરની 27 વર્ષીય પરિણીત મહિલા સાથે પ્રેમ પ્રસંગ શરૂ થઈ ગયો હતો, ત્યારબાદ નરોત્તમ દાસ મહિલાને પોતાની સાથે ભગાડીને લઈ ગયો. મહિલાના લગ્ન 2014માં અનગૌર નિવાસી રાહુલ તિવારી સાથે થયા હતા. તેનું પિયર છત્તરપુરમાં છે.

રાહુલ તિવારીએ જણાવ્યું કે, છત્તરપુરમાં કથા દરમિયાન જગતગુરુ પાસેથી પતિ-પત્નીએ દીક્ષા લીધી હતી. આ દરમિયાન નરોત્તમ દાસ મારી પત્નીના સંપર્કમાં આવ્યો પછી તેણે પત્ની પર જાદુ-ટોણો કરી તેને પોતાની વાતોમાં ફસાવી લીધી. 6 એપ્રિલે નરોત્તમદાસ મહિલાને લઈને ભાગી ગયો હતો. મહિલાના ગૂમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ત્યારબાદ પોલીસે 5 મેના રોજ મહિલાને શોધી કાઢી હતી. મહિલાએ પોલીસને નિવેદનમાં કહ્યું કે, તે પોતાના પતિ સાથે રહેવા નથી માંગતી. તે નરોત્તમદાસ ઉર્ફ ઉત્તમ સાથે જ રહેવા માંગે છે અને ત્યારબાદ મહિલાના પતિ સહિત સાસરિયાઓએ કોર્ટમાં અરજી કરી છે.

મામલામાં છત્તરપુર એસપી અમિત સાંઘીનું કહેવુ છે કે, પરિવારજનોની ફરિયાદ પર મહિલાને શોધી કાઢવામાં આવી છે. મહિલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તેનો પતિ તેને મારતો હતો અને હેરાન કરતો હતો. આથી, તે પોતાના પતિ સાથે રહેવા નથી માંગતી. મહિલાએ SDM સામે પોતાનું નિવેદન નોંધાવ્યું છે. હાલ, મામલાની તપાસ ચાલુ છે, કોઈ સંગીન અપરાધ કર્યો હશે તો તેની વિરુદ્ધ કરક કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp