આદિપુરુષ પર ભડક્યા બાબા બાગેશ્વર, બોલ્યા- ફિલ્મ કરનારાઓને..

ફિલ્મ ‘આદિપુરુષ’ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાઈ છે. ફિલ્મ રીલિઝ થયા બાદ હનુમાનજીના કેટલાક ડાયલોગ દેખાડવામાં આવ્યા છે, જેને લઈને પણ તેનો વિરોધ શરૂ થઈ ગયો. કેટલાક સીન્સ પર હોબાળો મચ્યો. કોઈને આ ફિલ્મ પસંદ આવી, તો કોઈને નાપસંદ. ઘણા લોકોમાં જોરદાર રોષ જોવા મળ્યો. હવે હનુમાનજી પર દેખાડવામાં આવેલા સીન અને ડાયલોગને લઈને બાબા બાગેશ્વર ધામના પિઠાધિશ્વર પંડિત ડિરેન્દ્ર શાસ્ત્રીએ પણ ફિલ્મ પર નિરાશા વ્યક્ત કરી છે.
તેમણે ફિલ્મ ‘આદિપુરુષ’ની નિંદા કરતા કહ્યું કે, એવી ફિલ્મ બનાવનારને હનુમાનજી સદ્બુદ્ધિ આપે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી રાજગઢ જિલ્લામાં થઈ રહેલી પોતાની કથામાં શ્રોતાઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ફિલ્મ ‘આદિપુરુષ’નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ ફિલ્મને બનાવનારને તો વીર બજરંગી જ બચાવે, જો હનુમાનજી ક્યાંક હશે અને આ ફિલ્મને લખનાર ક્યાંક ફસાઈ ગયો તો પછી સીતા-રામ. અમે આખી ફિલ્મ તો નથી જોઈ, પરંતુ કોઈએ જણાવ્યું કે તેમાં કેટલા નિમ્ન સ્તરનો સંવાદ બોલવામાં આવ્યો છે.
તેમણે આગળ કહ્યું કે, જેમણે લખ્યું છે તેલ તેરે બાપ કા.. તે જો ક્યાંક ફસાઈ ગયા તો જય જય સીતારામ જ બોલશે. જેમણે આ ડાયલોગ લખ્યા છે, હનુમાનજી બાબતે તેમણે સમજવું જોઈએ, હનુમાનજી બોલવામાં એટલા પણ કટુ થોડા છે. હનુમાનજી ખૂબ જ્ઞાની, ખૂબ બુદ્ધિમાન છે. તેઓ તાર્કિક પણ છે, પરંતુ લોકો પોતાના બચાવમાં એવા તર્ક પણ પ્રસ્તુત ન કરે. જેથી તર્ક જ ખરાબ થઈ જાય.
ભારતીય ફિલ્મ આપણાં બાળકોના મન પર છાપ છોડે છે. એટલે ભારતમાં હવે એવી ફિલ્મો બનાવવામાં આવે, જેથી સંસ્કારોની વૃદ્ધિ થઈ શકે. સનાતનનું સંરક્ષણ થઈ શકે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રએએ કહ્યું કે, અમે તો એમ જ કહીશું કે, હનુમાનજી સદ્બુદ્ધિ આપે. આપણાં વીર બજરંગી ભગવાન છે, કોઈ માને કે ન માને, પરંતુ ભક્તો માટે તો છે. ઉલ્લેખનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે મંચ પર કથા કહેવા પહોંચ્યા તો શ્રદ્ધાળુઓએ ઉત્સાહિત થઈને તેમનું જોરદાર સ્વાગત કર્યું.
આ દરમિયાન તેમણે થોડા દિવસ અગાઉ આવેલી ફિલ્મ ‘આદિપુરુષ’માં દેખાડવામાં આવેલા હનુમાનજીના સીન અને ડાયલોગને લઈને નિવેદન આપ્યું. બાગેશ્વર ધામના પિઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની અત્યારે રાજગઢ જિલ્લાના ખિલચીપુરમાં 26 જૂનથી 28 જૂન સુધી ત્રણ દિવસીય હનુમંત કથા ચાલી રહી છે. સોમવારે કથાનો પહેલો દિવસ હતો, જેમાં 70 હજારથી વધુ મહિલાઓ અને પુરુષ કથા સાંભળવા પંડાલમાં પહોંચ્યા હતા. એવામાં આખો પંડાલ કથા શરૂ થવા અગાઉ જ શ્રદ્ધાળુઓથી ભરાઈ ચૂક્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp