ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરે: જગદગુરુ પરમહંસ

PC: twitter.com

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ દિવસોમાં ચર્ચામાં છે. પછી ભલે તે દિવ્ય દરબાર લગાવવાની વાત હોય કે તેમના નિવેદનો વિશે. આ દરમિયાન અયોધ્યાના તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગદગુરુ પરમહંસ આચાર્યએ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

જગદગુરુ પરમહંસ આચાર્યએ કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી એવું કહે છે કે તેઓ 5-5 દિવસો સુધી બિસ્કીટ ખાઇને રહેતા કારણ કે તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી. બાગેશ્વર બાબા એવું કહેતા હોય છે કે દરબારમાં હાજર થતા રહો તમે સાજા થઇ જશો. આચાર્ય પરમહંસે કહ્યું કે અમે દરબારમાં ગયા હતા ત્યાં લોકોએ અમને કહ્યું કે અમે 6 મહિનાથી દરબારમાં હાજરી આપીએ છીએ પણ કોઇ ફરક પડ્યો નથી.

આચાર્ય પરમહંસ કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી રામકથા કહે, સનાતન ધર્મનો પ્રચાર કરે તે સારી વાત છે, પરંતુ તેઓ લોકોને ભ્રમિત અને ગુમરાહ ન કરે.આચાર્યએ કહ્યુ કે જો તેઓ ખરેખર ચમાત્કાર જાણે છે, તો જમીનમાંથી સોના-ચાંદી કાઢીને બતાવે અને તેમની પાસે આવતા લોકોને વ્હેંચી દે.નોકરી માટે હાજરી આપનારા પાસે પણ તમે ફંડ લઇ રહ્યા છો કોઇને કોઇ લાભ થતો નથી. તેમણે લોકોને કહ્યું કે કોઇ પણ હનુમાન મંદિરે શ્રદ્ધાથી જાઓ અને સિંદુર ચઢાવો તમારા બધા કષ્ટ દુર થશે.

સાથે જ તેમણે કહ્યુ કે ધીરેન્દ્ર શાસ્ત્રી જે રીતે ભાષાનો પ્રયોગ કરે છે તે તેમણે ન કરવો જોઇએ. હું તેમના સારા કાર્યોનું સમર્થન કરું છુ, પરંતુ ભૂત પ્રેત બહાર કાઢવું એ સંતોનું કામ નથી, તે ઓઝાનું કામ છે. કારણ કે જેઓ ભૂતની પૂજા કરે છે તેમને ભૂત જ મળે છે, આ તામસી કાર્ય છે, તેથી હું પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો વિરોધ નથી કરતો, પરંતુ હું તેમના ખોટા કાર્યો, તેમની ખોટી વાતો, તેમની ખોટી નીતિઓનો વિરોધ કરું છું. જો ખરેખર તમે એવું કરી શકો છો તો મોટા મોટા સાધુ સંતો હોસ્પિટલમાં દાખલ થાય છે તમે તેમને સાજા કરી દો.

આચાર્ય પરમહંસે કહ્યુ કે આવી મૂર્ખતા વાળી વાતો તેમણે બંધ કરી દેવી જોઇએ.કારણકે જ્યારે આવા કામોનો ભાંડો ફુટે છે ત્યારે લોકોનો શ્રદ્ધા પરથી વિશ્વાસ ઉઠી જાય છે.

જગદગુરુએ કહ્યુ કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં જે ભીડ જાય છે તેમાંથી 5-10 લોકોની જ પરચી બને છે, બધા લોકોની પરચી બનતી નથી. પછી એવો દાવો કરવો કે નોકરી મળી જશે, બિમારી સારી થઇ જશે એ વાત ખોટી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp