ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં લોકોની તબિયત બગડી, પટનામાં નહીં લાગે દિવ્ય દરબાર

PC: indiatoday.in

બાગેશ્વર ધામના કથાવાંચક ધીરેન્દ્ર શાસ્ત્રી હાલના દિવસોમાં પટનાના નોબતપુર સ્થિત તરેત મઠમાં હનુમાન કથા સંભળાવી રહ્યા છે. તેમાં ભારે ભીડ અને ભીષણ ગરમીમાં લોકોની તબિયત બગડ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમવારે આયોજિત થનારા દિવ્ય દરબારને સ્થગિત કરી દીધો છે. તેમણે કહ્યું કે, કથા પુરા 5 દિવસ ચાલશે, પરંતુ ભારે ભીડ વચ્ચે કોઈ પ્રકારની દુર્ઘટના ન થાય એટલે દિવ્ય દરબારને બંધ કરવાનો નિર્ણય લીધો છે. છતા બિહાર જશે તો દિવ્ય દરબાર લગાવવામાં આવશે.

પહેલા દિવસની કથામાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, અશ્વિની ચૌબે સિવાય બિહાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેટલાક મોટા નેતા પણ પહોંચ્યા હતા. આયોજકો તરફથી મોટી વ્યવસ્થાના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ કાર્યક્રમના પહેલા દિવસે જ અવ્યવસ્થા જોવા મળી હતી. બીજા દિવસે પણ સ્થિતિ ન બદલાઈ. ભીષણ ગરમી છતા મોટી સંખ્યામાં લોકો કથામાં સામેલ થવા પહોંચ્યા હતા. આ દરમિયાન કથા માટે બનાવવામાં આવેલા મંડપમાં ગરમી અને ઑક્સિજનની કમીના કારણે લોકોની તબિયત બગડવા લાગી.

ત્યારબાદ કથાને સમય પહેલા પૂરી કરવી પડી. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતે મંચ પરથી જાહેરાત કરી કે લોકો ઓછી સંખ્યામાં કાર્યક્રમમાં સામેલ થાય. ગરમી વધારે છે એટલે ટી.વી. અને સોશિયલ મીડિયાના માધ્યમથી કથા સાંભળો. એટલું જ નહીં, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે 15 મેના રોજ આયોજિત થનારા દિવ્ય દરબારને સ્થગિત કરવામાં આવ્યો છે. આ સંબંધમાં આજે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે મંચ પરથી જાહેરાત કરી રહ્યા હતા તો આયોજકોના માથા પર પણ પરસેવો જોવા મળી રહ્યો હતો.

આયોજક સમિતિના પ્રમુખ રાજ શેખરે પણ જાહેરાત કરી કે દિવ્ય દરબાર સ્થગિત કરી દેવામાં આવે અને લોકો ઓછી સંખ્યામાં હનુમાન કથા સાંભળવા પહોંચે. 18 મે સુધી કથાનું આયોજન થતું રહેશે. આ કથામાં ન માત્ર બિહાર, પરંતુ બીજા રાજ્યોમાંથી પણ લોકો પહોંચી રહ્યા છે. નેપાળથી પણ મોટી સંખ્યામાં લોકો પટના પહોંચ્યા છે. ઘણા લોકો એવા છે કે 5 દિવસ સુધી આ જ વિસ્તારમાં રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રી 13 મેના રોજ અહીં પહોંચ્યા હતા અને 15 મેના રોજ દિવ્ય દરબાર લગાવવાના હતા. તેને જોતા પ્રશાસન પણ જાગ્યું હતું.

કથા સાથે જ દિવ્ય દરબારમાં ભારે ભીડ ઉમટે તેવી આશા હતી એટલે જિલ્લા પ્રશાસને પોલીસ બળ અને મેજિસ્ટ્રેટની તૈનાતીના નિર્દેશ આપ્યા હતા. પટના જિલ્લા પ્રશાસને ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ દરમિયાન આતંકી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. પટના જિલ્લા નિયંત્રણ રૂમ તરફથી જે ચિઠ્ઠી જાહેર કરવામાં આવી છે તેમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે શાસ્ત્રીના કાર્યક્રમ દરમિયાન આતંકી સંગઠન IED બ્લાસ્ટ કરી શકે છે. કાર્યક્રમમાં ઉમટનારી ભીડને જોતા સુરક્ષાની વ્યવસ્થા કરવાના નિર્દેશ જિલ્લા નિયંત્રણ રૂમ તરફથી જાહેર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp