જે સાંઈબાબાને ભગવાન માને છે, તેમની સામે અમારો કોઈ વિરોધ નથીઃ ધીરેન્દ્ર શાસ્ત્રી

PC: hindustantimes.com

થોડાં દિવસો પહેલા બાગેશ્વર ધામવાળા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સાંઈ બાબાને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ દેશભરમાં તેમનો વિરોધ થઈ રહ્યો હતો. મહારાષ્ટ્રમાં તો તેમનો મોટા સ્તર પર વિરોધ થઈ રહ્યો હતો. સાંઈ બાબા મંદિરના એક પૂર્વ ટ્રસ્ટીએ તેમની વિરુદ્ધ FIR દાખલ કરવાની પણ માંગ કરી હતી. મામલો વધતો જોઈ બાગેશ્વર બાબાએ હવે એક ટ્વીટ કરી પોતાની સફાઈ રજૂ કરી છે. ટ્વીટમાં તેમણે કહ્યું છે કે, તેમનો ઇરાદો કોઇની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો. જો છતા કોઇને ઠેસ પહોંચી હોય તો તેનો તેમને ખેદ છે.

જબલપુરના પનાગરમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતાની સાત દિવસીય શ્રીમદ ભાગવત કથાના છેલ્લાં દિવસે લોકો સાથે સંવાદ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં સાંઈ બાબા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. એક ડૉક્ટર શૈલેન્દ્ર રાજપૂતે બાબાને સવાલ કર્યો હતો કે, આપણા હિંદુસ્તાનમાં ઘણા બધા લોકો સાંઈ ભક્ત છે. મહારાષ્ટ્રમાં પણ, સાઉથમાં પણ ઘણા સાંઈ ભક્ત છે. પરંતુ, સનાતન સાંઈ ભગવાન મૂર્તિ પૂજાને નકારતા દેખાય છે જ્યારે સાંઈની પૂજા સંપૂર્ણરીતે સનાતની પદ્ધતિથી થાય છે.

બાબા બાગેશ્વરે તેનો જવાબ આપતા કહ્યું હતું, આપણા ધર્મના શંકરાચાર્યજીએ સાંઈ બાબાને દેવતાઓનું સ્થાન નથી આપ્યું અને શંકરાચાર્યની વાત માનવી પ્રત્યેક સનાતનીનો ધર્મ છે. તેઓ આપણા ધર્મના પ્રધાનમંત્રી છે અને કોઈપણ સંત ભલે તે આપણા ધર્મ પંથના હોય કે પછી ગોસ્વામી તુલસીદાસજી હોય કે સૂરદાસજી હોય, સંત છે મહાપુરુષ છે, યુગપુરુષ છે, કલ્પપુરુષ છે પરંતુ ભગવાન નથી. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આગળ કહ્યું હતું કે, લોકોની પોતાની શ્રદ્ધા છે અને કોઈની આસ્થાને અમે ઠેસ ના પહોંચાડી શકીએ. એટલું કહી શકીએ છીએ સાંઈ બાબા સંત હોઈ શકે છે, ફકીર હોઈ શકે છે પરંતુ ભગવાન ના હોઈ શકે.

તેમણે કહ્યું હતું, હવે તમે કહ્યું હિંદુ ધર્મથી પૂજા થાય છે વૈદિક ધર્મથી પૂજા થાય છે. જુઓ ભાઈ એવુ બોલીશ તો લોકો તેને કોન્ટ્રોવર્સીમાં લઈ લેશે પરંતુ, એ બોલવુ પણ જરૂરી છે. ગીધની ખાલ પહેરીને કોઈ સિંહ ના બની શકે. બાગેશ્વર ધામ સરકાર માની લો કે હું શંકરાચાર્યજીનું છત્ર લગાવી લઉં અને સિંહાસન લગાવી લઉં અને ચરમ લગાવી લઇશ અને કહી દઇશ કે હાં ભાઈ શંકરાચાર્ય બેઠા છે તો શું હું બની જઇશ? ના. તેમણે કહ્યું, ભગવાન ભગવાન છે અને સંત સંત છે. તો સાંઈ પ્રત્યે આપણો શો આદર છે. તમે તેમા ના પડતા અને ના પૂછતા પરંતુ, સાંઈ ભગવાન નથી. એવુ આપણા શંકરાચાર્ય કહે છે અને તેમના પર તમે સવાલ ના ઉઠાવી શકો.

આ જ નિવેદનને પગલે દેશના તમામ હિસ્સાઓની જેમ મહારાષ્ટ્રમાં પણ વિવાદ ઊભો થઈ ગયો હતો. સાંઈ ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. મુંબઈના બાંદ્રામાં શિવસેના ઉદ્ધવ જૂથના યુવા સેનાના નેતા અને શિરડી સાંઈ સંસ્થાનના પૂર્વ ટ્રસ્ટી રાહુલ કનાલે ફરિયાદ દાખલ કરાવ હતી અને મુંબઈ પોલીસે ધીરેન્દ્ર શાસ્ત્રી પર FIR દાખલ કરવાની માંગ કરી હતી. રાહુલ કનાલે કહ્યું કે, બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સાંઈ બાબાને લઈને જે નિવેદન આપ્યું છે તેનાથી સાંઈના કરોડો ભક્તોની ધાર્મિક ભાવનાઓ દુભાઈ છે.

ત્યારબાદ બાબાએ આજથી 2 દિવસના શરૂ થયેલા માનસ સંમેલન દરમિયાન ટ્વિટ કર્યું. તેમણે ટ્વિટમાં લખ્યું, મારું હંમેશાં સંતો પ્રત્યે મહાપુરુષો પ્રત્યે સન્માન છે અને રહેશે. મેં કોઈ એક કહેવત બોલી જે અમે અમારા સંદર્ભમાં બોલી રહ્યા હતા કે જો હું છત્રી પાછળ લગાવીને કહું કે, હું શંકરાચાર્ય છું તો એ કઈ રીતે થઈ શકે છે. અમારા શંકરાચાર્યએ જે કહ્યું મેં તે જ રીપિટ કર્યું કે સાંઈ બાબા સંત ફકીર હોઈ શકે છે અને તેમનામાં લોકોની આસ્થા છે જો કોઈ વ્યક્તિ કોઈ સંત ગુરુને આસ્થાથી ભગવાન માનતી હોય તો તે તેની પોતાની આસ્થા છે, અમારો તેમા કોઈ વિરોધ નથી. મારા કોઈપણ શબ્દથી કોઈના હૃદયને ઠેસ પહોંચી હોય તો તેનું મને દુઃખ અને ખેદ છે.

ઉલ્લેખનીય છે કે, બાબાના ખેદ વ્યક્ત કરી લીધા બાદ સાંઈ બાબાના સમર્થકોમાં થોડી હદ સુધી નારાજગી ઓછી થશે. બાબાના ખેદ વ્યક્ત કરવા પાછળ મોટું કારણ પણ છે. બાબા જાણે છે કે, જે હિંદુત્વના એજેન્ડાને લઈને તેઓ ચાલી રહ્યા છે, તેમના આ નિવેદનને પગલે સાંઈ બાબાને માનનારા ઘણી મોટી સંખ્યામાં હિંદુ તેમનાથી દૂર જઈ શકે છે.

મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણી રાજ્યો સહિત મધ્ય પ્રદેશમાં પણ સાંઈ બાબાને માનનારા ઘણા હિંદુ છે એવામાં બાબાએ ડેમેજ થતા પહેલા જ ડેમેજ કંટ્રોલ કરતા ખેદ વ્યક્ત કરી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp