ધીરેન્દ્ર શાસ્ત્રી મજબૂરીમાં કરે છે આ કામ! મંચ પરથી લાખો લોકો સામે કર્યું કબૂલ

PC: aajtak.in

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોની વચ્ચે હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બની ગયા છે. આ દરમિયાન તેમનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેઓ એવું કહેતા જોવા મળી રહ્યા છે કે કેટલાક કામ તો તેઓ મજબૂરીમાં કરે છે. પરંતુ સમાજનું ભલું થતું હોય તો તેઓ કરી લે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ નિવેદન મંચ પરથી લાખો લોકોની સામે આપ્યું હતું અને કબૂલ કર્યું હતું કે, મજબૂરીમાં તેમને મોટા મોટા લોકો અને પ્રખ્યાત હસ્તીઓ સાથે સંપર્ક રાખવો પડે છે. તેમને સ્ટેજ પર બોલાવવા પડે છે. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ એ પણ જણાવ્યું કે ગરીબ લોકોને મંચ પર કેમ નથી બોલાવવામાં આવતા. તેમનો ઉપયોગ ફક્ત તાળીઓ પાડવા માટે જ કેમ કરવામાં આવે છે?

તાળીઓ પાડવા માટે કામ આવે છે ગરીબ!

વાયરલ વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી એમ કહેતા જોવા મળી રહ્યા છે કે માફ કરજો, હું ખૂબ જ ઉંધો માણસ છું. મંચ પર તે લોકો જ આવે છે જેઓ સન્માનીય હોય છે, નેતા હોય છે કે પછી અભિનેતા હોય છે અથવા પછી પૈસાવાળા. ગરીબો હંમેશા ફક્ત તાળીઓ પાડવા માટે કામમાં આવે છે. ખૂબ જ કડવી વાત છે. પણ શું કહું, મારી પણ મજબૂરી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી મજબૂરીમાં આ કામ કરે છે

ધીરેન્દ્ર શાસ્ત્રીએ આગળ કહ્યું કે, તેમની મજબૂરી એ છે કે જો તેમને નહીં બોલાવશે અને માળા નહીં ચઢાવશે, નહીં તેમની તકતી મૂકવામાં આવશે, જય સીતા રામ નહીં કરવામાં આવશે તો આ પંડાલ કોણ લગાવશે. મારા શ્રીમાન કહેવા પર પંડાલ લગાવીને 4-5 લાખ લોકોને કથાનો બાલાજીની કૃપાથી લાભ મળી રહ્યો છે તો 10 મિનિટ આપવામાં શું નુકસાન છે?

આરોપો પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યું?

અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર ચમત્કારના નામ પર લોકોને છેતરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે પોલીસ તરફથી ધીરેન્દ્ર શાસ્ત્રીને ક્લીનચીટ મળી ગઈ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તેઓ કોઈ ચમત્કાર કે જાદુ કરતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp