સનાતન ધર્મનો નાશ કરવાનો વિચારનાર કોઈ કિંમતે સફળ નહીં થાયઃ.ધીરેન્દ્ર શાસ્ત્રી

PC: zeenews.india.com

તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મનો નાશ કરવાના નિવેદન પર બાગેશ્વર ધામના પીઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સખત આપત્તિ દર્શાવી છે. તેમણે કહ્યું કે, સનાતન ધર્મનો નાશ કરવા માટે વિચારનાર કોઈ પણ કિંમત પર સફળ નહીં થાય. એવું વિચારનારા સપના જેમના તેમ રહી જશે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલના દિવસોમાં રાજસ્થાનના સીકરમાં કથા કરી રહ્યા છે. અહીથી તેમણે ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર સખત આપત્તિ દર્શાવી હતી.

રાજસ્થાનના સિકરમાં કથા દરમિયાન બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે, કાલે કોઈ કહી રહ્યું હતું કે સનાતન ધર્મનો નાશ કરી દેવો જોઈએ. એમ વિચારનારને હું કહું છું કે, ભારતમાં રહેવું હશે તો રામ નામ બોલવું પડશે. જે પણ વ્યક્તિ સનાતનનો વિરોધ કરશે, તેની ઠઠરી અને ગાંસડી બંને બાંધવાનું કામ તે કરશે. હું કોઈને ધમકી નહીં, પરંતુ ડિક્લેમર આપી રહ્યો છું. જો કોઈને ભગવાન પર શંકા છે તો તે મેદાનમાં આવી જાય. હું તેની બધી શંકા ક્લિયર કરી દઇશ.

તો આ અગાઉ ચિલકુર બાલાજી મંદિરના મુખ્ય પૂજારીએ ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનની સખત નિંદા કરતા કહ્યું હતું કે, થોડા વૉટો માટે આ પ્રકારનું નિવેદન આપવું ખૂબ જ નિંદાનીય છે. સનાતન ધર્મ પર સદીઓથી લોકોએ આક્રમણ કર્યા, પરંતુ કોઈ કંઇ કરી શક્યું નથી. પછી શું કરી શકશો. ઉદયનિધિ સ્ટાલિને સમજવું જોઈએ કે દ્રવિડ વિચારધારાનો અર્થ શું છે. તમે તામિલ સંસ્કૃતિ માટે, તેની રક્ષા માટે, તેને સંરક્ષિત કરવા માટે શું કર્યું છે? હું તામિલનાડુના લોકોને અનુરોધ કરું છું કે તેમણે મતપત્રની તાકત દેખાડો. એવા વ્યક્તિને ચૂંટો જે સનાતન ધર્મનું સન્માન કરતી હોય.

ઉલ્લેખનીય છે કે, ઉદયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે, તેનો (સનાતન ધર્મનો) માત્ર વિરોધ જ ન કરવો જોઈએ, પરંતુ સફાયો કરવો જોઇએ. સનાતન ઉન્મૂલન સંમેલનમાં બોલતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. કેટલીક વસ્તુનો વિરોધ નહીં કરી શકાય. તેને જ નાશ કરી દેવી જોઈએ. આપણે ડેન્ગ્યૂ, મચ્છર, મલેરિયા કે કોરોનાના વિરોધ નહીં કરી શકીએ. આપણે તેને ખતમ કરવા પડશે. આ પ્રકારે આપણે સનાતન ધર્મનો નાશ કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp