PM મોદીના મતક્ષેત્ર કાશીને લઇ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરી આ મોટી માગ

બાગેશ્વર ધામના આચાર્ય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, સનાતન વિરોધીઓનો દીપક બંધ થવાને આરે છે. માટે તેઓ વારે વારે સનાતન ધર્મ પર હુમલો કરી રહ્યા છે. સનાતન ધર્મને માનનારાઓએ ચિંતિત થવાની જરૂર નથી. બાલાજી પર વિશ્વાસ રાખો સનાતન ધર્મનો વિરોધ કરનારાઓના દિવસ પૂરા થઇ ગયા છે. ભારત એક હિંદુ રાષ્ટ્ર બનીને રહેશે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમવારે કાશી વિશ્વનાથ ધામમાં હાજરી લગાવી હતી. પાંચ બ્રાહ્મણોના નેતૃત્વમાં વૈદિક મંત્રોની વચ્ચે તેમણે કાશી વિશ્વનાથની ષોડશોપચાર પૂજા કરી. ગંગાજળ અને દૂધથી અભિષેક કર્યા.

તેમણે કહ્યું કે, કાશી, બાબા વિશ્વનાથ. કાલભૈરવ અને માં અન્નપૂર્ણાની નગરી છે. અહીં દરેક ગલીઓમાં પૌરાણિક ધર્મ સ્થળ છે. તેનાથી વિપરીત અહીં રસ્તાઓ પર ખુલ્લેઆમ માંસ અને માછલીઓ વેચાઇ રહી છે. જેના પર રોક લાગવી જોઇએ. માટે તેઓ સરકાર અને જિલ્લા તંત્રને માગ કરે છે કે તેઓ પહેલ કરે. ધીરેન્દ્ર શાસ્ત્રી બનારસ આવવાની સાથે એરપોર્ટથી સીધા કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા. ગર્ભગૃહમાં બાબાની પૂજા કરી. કાશી વિશ્વનાથ ધામમાં ફર્યા અને ભવ્યતાથી અભિભૂત થયા. ગંગા દ્વારથી મણિકર્ણિકા તીર્થને નમન કર્યું. લલિતા ઘાટના દાદર પર બેટા અને ગંગા પૂજન કર્યું.

દેશના હિંદુઓ જાગી રહ્યા છે

કાશી વિશ્વનાથના દર્શન કર્યા પછી તેમણે કહ્યું કે, અહીં આવીને ખૂબ જ સારું લાગ્યું. એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે બાબા વિશ્વનાથ પાસેથી તેમણે ભારતના હિંદુ રાષ્ટ્ર થવાની કામના કરી છે. દેશના ઊંઘી ગયેલા હિંદુઓ હવે જાગી રહ્યા છે. તેનું પરિણામ એ છે કે, હવે દરેક જગ્યા પર રામરાજ્યની સ્થાપના થઇ રહી છે.

આ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મથુરામાં પણ માંસ, માછલી અને મદીરાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વ્રજભૂમિ ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ છે. અહીં પર મદિરાના વેચાણ પર પ્રતિબંધ લગાવવો જોઇએ. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરાના ઘણાં સ્થાનોને ધાર્મિક સ્થળ જાહેર કર્યા છે. જ્યાં માંસના વેચાણ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગવો જોઇએ.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.