દલિતના લગ્નમાં ફાયરીંગ કરનાર ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઇની ધરપકડ, તરત જામીન મળ્યા

બાગેશ્વરધામના પીઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઇ શાલીગ્રામ ગર્ગની પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે કોર્ટ પાસે શાલીગ્રામની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી હતી. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે આરોપી શાલિગ્રામને જામીન દીધા છે.

શાલીગ્રામ ગર્ગ સામે પોલીસે 9 દિવસ પહેલાં FIR નોંધી હતી. શાલીગ્રામનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે સિગારેટ પીતો દેખાતો હતો અને હાથમાં બંદુક લઇને એક લગ્ન પ્રસંગમાં લોકોને ધમકાવતો હતો. પોલીસે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

એડવોકેટ શિવ પ્રતાપ સિંહે જણાવ્યું કે શાલિગ્રામ ગર્ગ અને રાજારામ તિવારીની પોલીસે ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કર્યા. અહીં બંને પક્ષે દલીલો કરવામાં આવી હતી. કોર્ટે બંને આરોપીઓને 25,000 રૂપિયાના બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે જે વીડિયોમાં બંદુકની વાત કહેવામાં આવી રહી છે, પરંતુ તે સ્પષ્ટ દેખાતું નથી. બીજા વીડિયો પર જ્યાં સુધી સ્પષ્ટપણે ખરાઈ ન થાય ત્યાં સુધી વિશ્વાસ કરી શકાય નહીં.

પોલીસના કહેવા મુજબ , વાયરલ વીડિયો અને પરિવારના અહેવાલના આધારે, શાલિગ્રામ વિરુદ્ધ એસસી-એસટી એક્ટની કલમો હેઠળ, હુમલો, ધમકી, જાનથી મારી નાખવાની ધમકી, સંપત્તિને નુકસાન પહોંચાડવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેની તપાસ એસડીઓપી ખજુરાહોને સોંપવામાં આવી હતી. આ કેસમાં મુખ્ય આરોપી શાલિગ્રામ ગર્ગની સાથે રાજારામ તિવારીની ધરપકડ કરીને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

11 ફેબ્રુઆરીના દિવસે મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના ગડા ગામમાં અહિરવર સમાજના પરિવારમાં દીકરીના લગ્ન હતા. પરિવારે અગાઉ બાગેશ્વર ધામના સમૂહ લગ્ન સંમેલનમાં લગ્ન માટે અરજી કરી હતી, પરંતુ બાદમાં ખાનગી કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું હતું.

11 ફેબ્રુઆરીએ લગ્ન હતા, આ વાતની જાણ થતાં જ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો નાનો ભાઈ શાલિગ્રામ પોતાના કેટલાક સાથીઓ સાથે રાત્રે લગભગ 12 વાગે લગ્ન સમારોહમાં પહોંચ્યો હતો. ત્યાં તેણે તોડફોડ કરી લોકોને ધમકીઓ આપી હતી જેને કારણે ગભરાયેલા પરિવારજનોએ લગ્ન અટકાવી દીધા અને જાન પણ પાછીવળી ગઇ હતી. લોકોના આક્રોશને કારણે પોલીસે FIR નોંધી હતી.

વરરાજા આકાશ આહિરવારે આરોપ લગાવ્યો હતો કે, 11 ફેબ્રુઆરીએ જ્યારે જાનૈયાઓ જમણવાર કરી રહ્યા હતા અને DJ પર સંગીત વાગી રહ્યું હતું. ત્યારે ત્યાં આવી પહોંચેલા શાલિગ્રામે જાતિસૂચક શબ્દોનો પ્રયોગ કરીને અપશબ્દો બોલાનું શરૂ કર્યું હતું. આકાશે આરોપ લગાવ્યો હતો કે તેના હાથમાં પિસ્તોલ હતી અને તેણે બેથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.

 આકાશે કહ્યુ કે બાગેશ્વર ધામમાં 18 ફેબ્રુઆરીએ સમૂહ લગ્નનું આયોજન થયું હતું, જેમાં હું પણ ભાગ લઉં એવું તેઓ ઇચ્છતા હતા, પરંતુ મેં ઇન્કાર કર્યો હતો એ વાતથી શાલિગ્રામ ભડકી ગયો હતો.

શાલિગ્રામની ધરપકડની માંગ લઇને 25 ફેબ્રુઆરીએ ભીમ આર્મી અને ઓબીસી મહાસભાએ છત્તરપુરથી એક બાઇક રેલી કાઢી હતી જે ગઢા ગામ પહોંચી હતી. જ્યાં પીડિત પરિવારના ઘરમાં પંચાયત સભા ભરીને બે કલાક સુધી તેમની સમસ્યા સાંભળવામાં આવી હતી.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.