ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઇ સામે FIR, લગ્નમાં દેશી પિસ્તોલ બતાવીને....

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નાના ભાઈ શાલિગ્રામ ગર્ગ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેના પર દલિત પરિવારના લગ્ન સમારોહમાં દેશી પિસ્તોલને હવામાં લહેરાવીને અને અપશબ્દો બોલવાનો આરોપ ચે.આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ પછી જ શાલિગ્રામ ગર્ગ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતની ફરિયાદ બાદ તેના પર SC-ST એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે.

શાલિગ્રામ ગર્ગ મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં સ્થિત બમિથા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવે છે. અહીંના ગઢા ગામના લોકો તેમને છોટે મહારાજના નામથી પણ ઓળખે છે. ઘટના સાથે સંબંધિત FIR અનુસાર, SC-એક્ટ સિવાય, IPCની કલમ 294, 323, 506 427  લગાવવામાં આવી છે.

કલ્લૂ અહિરવારે કરેલી FIRમાં પોતાને ગઢા ગાંવનો રહેવાસી હોવાનું બતાવ્યું છે. આ જ ગામમાં બાગેશ્વર ધામ આવેલું છે. પીડિત કલ્લૂએ કહ્યુ કે તે મજૂરી કામ કરે છે.તેણે ફરિયાદમાં કહ્યું છે કે, મારી દીકરીના લગ્ન 11મી ફેબ્રુઆરીના રોજ હતા. લગ્ન સમારોહ માટેનો તંબુ ઘરની સામે લગાવવામાં આવ્યો હતો. તે સમયે રાત્રે 12 વાગ્યાના સુમારે શાલીગ્રામ તેના ઘરની સામેના ટેન્ટમાં આવ્યો હતો અને તેની સાથે અપશબ્દો બોલવા લાગ્યો હતો. તે ઊંચા અવાજમાં ગીત વગાડવાની બાબતમાં નારાજ હતો. આ દરમિયાન સિગારેટ પીતી વખતે તેણે હાથમાં દેશી પિસ્તોલ બતાવીને લોકોને ડરાવવા લાગ્યો હતો અને ધક્કામૂકકી પણ કરી હતી.

કલ્લૂ અહિરવારે કહ્યું કે આ ઘટનામાં કોઇને ઇજા નથી થઇ, પરંતુ વીડિયોમાં આરોપી મારપીટ કરતો સ્પષ્ટ નજરે પડે છે. તેણે તંબુમાં પડેલી વસ્તુઓને પણ નુકશાન પહોંચાડ્યું હતું અને ખુરશીઓની તોડફોડ કરી હતી.

શાલીગ્રામ સામે ફરિયાદ કરવામાં મોડું થવાના કારણ અંગે અહિરવારે કહ્યું હતું કે કે એક તો લગ્નનો પ્રસંગ ચાલું હતો અને બીજું કે શાલિગ્રામનો ડર હતો. પરંતુ હિંમત કરીને પોલીસને ફરિયાદ કરી છે. તેણે કહ્યું કે મને અને મારા પરિવારને શાલીગ્રામથી જોખમ છે.

લગ્નની રાત્રે જ્યારે અટકોહા ગામથી  વરઘોડો ગઢા ગામ પહોંચ્યો હતો ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીનો ભાઇ શાલીગ્રામ પણ જોડાયો હતો. ઘટનાને નજરે જોનારા એક વ્યકિતએ કહ્યું હતું કે, શાલીગ્રામ નશામાં ધૂત હતો, તેના મોંઢામાં સિગારેત હતી અને હાથમાં પિસ્તોલ હતી. તે સિગારેટ પીને મહિલાઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરતો હતો અને અપશબ્દો બોલતો હતો.

પીડિતાનો આરોપ છે કે શાલિગ્રામે તેને પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.. તેણે હવામાં ગોળીબાર કર્યો અને લગ્ન રોકવાનો પણ પ્રયાસ કર્યો. તેનાથી ગભરાઈને જાનૈયાઓ અટકોહા ગામ પરત ફરી ગયા હતા.

રિપોર્ટ અનુસાર ઘટનાના નજરે જોનારે જણાવ્યું કે આ સમગ્ર મામલો ગીત વગાડવાથી શરૂ થયો હતો. વાયરલ વીડિયોમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે શાલિગ્રામ ગર્ગ એક વ્યક્તિને પકડીને તેને મારપીટ કરી રહ્યો છે.જ્યારે ત્યાં હાજર લોકોએ બાગેશ્વર ધામનું ગીત વગાડવાનો ઇનકાર કર્યો ત્યારે શાલિગ્રામ ગર્ગે અભદ્રતા શરૂ કરી દીધી.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.