રાહુલ ગાંધી બાદ ગેહલોતને પણ થશે સજા? માનહાનિના કેસમાં કોર્ટે આપ્યો મોટો આદેશ

દિલ્હીની એક કોર્ટે પોલીસને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ સંજીવની કૌભાંડ બાબતે કથિત ટિપ્પણી માટે દાખલ કરેલી માનહાનિની ફરિયાદની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અતિરિક્ત મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હરજીત સિંહ જસપાલે દિલ્હી પોલીસના માધ્યમથી ઘટનાની તપાસના નિર્દેશ આપ્યા છે. એક સંયુક્ત કમિશનર રેંકના અધિકારીને તપાસની દેખરેખ કરવા અને જવાબ આપવા માટે કહ્યું છે કે, શું ગજેન્દ્ર સિંહ શેખાવતને અશોક ગેહલોત દ્વારા સંજીવની કૌભાંડમાં આરોપીના રૂપમાં સંબોધિત કરવામાં આવ્યા?

કોર્ટે હાલમાં અશોક ગેહલોતને સમન્સ જાહેર કરવા પર રોક લગાવી છે. સાથે જ કોર્ટે કહ્યું કે, દિલ્હી પોલીસના જોઇન્ટ કમિશનર આ કેસમાં તપાસ કરે કે, શું અશોક ગેહલોતે ક્યારેય કહ્યું હતું કે ગજેન્દ્ર સિંહ શેખાવત વિરુદ્ધ આરોપ સાબિત થયા હતા અને શું તેઓ કે તેમના પરિવારના સભ્યોને તપાસમાં આરોપીના રૂપમાં રાખવામાં આવ્યા છે. કોર્ટે આદેશમાં કહ્યું કે, સંબંધિત સંયુક્ત પોલીસ કમિશનર કેસ તપાસ કે સ્વયં કે કોઈ એવા અધિકારીના માધ્યમથી કરશે જે ઇન્સ્પેક્ટરના પદથી નીચે ન હોય.

તપાસ રિપોર્ટ સુનાવણીની આગામી તારીખ સુધી દાખલ કરવામાં આવશે. ગજેન્દ્ર સિંહ શેખવાતે આરોપ લગાવ્યો હતો કે, અશોક ગેહલોતે તેમને અને તેમની મૃત માતાને કૌભાંડમાં આરોપી કહ્યા. જેમાં સંજીવની કો-ઓપરેટિવ સોસાયટીના ડિરેક્ટરો/કર્મચારીઓ પર રોકાણકારોની મોટી રકમ પચાવી પાડવાનો આરોપ છે. ફરિયાદકર્તાએ કોર્ટને જણાવ્યું કે, આરોપી દ્વારા ખોટા, અનાવશ્યક, અપમાનજનક અને માનહાનિકારક નિવેદન સામાન્ય જનતા, મતદાતાઓ અને તેમના સંબંધીઓની આંખોમાં ફરિયાદકર્તાની છબીને ધૂમિલ કરવાના ઉદ્દેશ્યથી આપવામાં આવ્યું.

શું છે સંજીવની કૌભાંડ?

સંજીવની ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીને રાજસ્થાન સોસાયટી એક્ટ હેઠળ વર્ષ 2008માં રજીસ્ટર કરાવવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2010માં આ સોસાયટી મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીના રૂપમાં બદલાઈ ગઈ. તેમાં રોકાણ કરનારાઓને સારા રિટર્નની લાલચ આપવામાં આવી. લગભગ 1 લાખ કરતા વધુ લોકોએ આ સોસાયટીમાં લગભગ 900 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. ત્યારબાદ રોકાણકારોના પૈસા ખોટી રીતે લોન પર આપી દેવામાં આવ્યા અને વ્યાજ ન લેવામાં આવ્યું. જોત જોતમાં સોસાયટીએ ઘણા રાજ્યોમાં પોતાની શાખાઓ ખોલી દીધી અને નકલી કંપનીઓ ખોલીને લોન આપવામાં આવી. આ સોસાયટીના પહેલા મેનેજિંગ ડિરેક્ટર વિક્રમ સિંહ હતા, જે કૌભાંડની તપાસમાં મુખ્ય નામ પણ છે.

વિક્રમ સિંહને જ આ આખા કૌભાંડનો માસ્ટરમાઇન્ડ માનવામાં અવે છે, જેની ધરપકડ પણ થઈ ચૂકી છે. વિક્રમ સિંહ અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત વચ્ચે કનેક્શન પણ હોવાનું કહેવામાં આવે છે અને બંનેની સાથે તસવીર વાયરલ થઈ હતી. સાથે જ આરોપ એવો પણ છે કે, રોકાણકારોના પૈસા ખોટી રીતે વિક્રમ સિંહ ખાતામાં ટ્રાન્સફર થયા અને વિક્રમ સિંહે એક એવી કંપનીના શેર ખરીદ્યા જેના શેરહોલ્ડર ગજેન્દ્ર સિંહ પણ છે. વર્ષ 2019માં આ અંગે પહેલી FIR થઈ અને ઘણા અધિકારીઓની ધરપકડ થઈ. નીચલી કોર્ટે એક ફરિયાદના આધાર પર ગજેન્દ્ર સિંહની ભૂમિકાને લઈને તપાસના આદેશ આપ્યા, તો હાઇ કોર્ટે બાદમાં તેના પર રોક લગાવી દીધી હતી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.