શું વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાની ખેલાડી બાબર અને રિઝવાને મહાકાલના દર્શન કર્યા?

PC: twitter.com

પાકિસ્તાન ક્રિકેટ ટીમ ICC વન-ડે વર્લ્ડ કપ 2023માં ભાગ લેવા ભારત પહોંચી ગઈ છે.આ દરમિયાન હૈદરાબાદ એરપોર્ટ પર ચાહકોએ ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કેપાકિસ્તાની ક્રિક્રેટ ટીમના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા. વીડિયોમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન મંદિરમાં હાથ જોડીને ઉભેલા જોવા મળે છે.

 ફેસબુક પર એક વાયરલ પોસ્ટમા કહેવામાંઆવ્યું છે કે વર્લ્ડકપ પહેલાં જ બાબર આઝમ અને મોહમંદ રિઝવાન ઉજ્જૈન મહાકાલના દર્શને પહોંચ્યા. એ ઉપરાંત ફેસબુક અનેક પેજ પર વાયરલ દાવો શેર કરવામાં આવ્યો છે.

એક મીડિયા હાઉસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસ્વીર માટે ખણખોદ કરી તો ખબર પડી કે ઉજ્જૈન મહાકાલ મંદિરમાં બાબર અને રિઝવાન દર્શન કરવાનો જે દાવો કરવામાં આવી રહ્યો છે તે ભ્રામક છે, ખોટો છે.

મીડિયા હાઉસે લખ્યું છે કે તેમણે ગૂગલ પર કેટલાંક કીવર્ડ સર્ચ કર્યા તો કોઇ સત્તાવાર જાણકારી મળી નહોતી જે વાયરલ દાવાની પૃષ્ટિ કરતી હોય.

આ પછી ગૂગલ લેન્સ વડે વાયરલ વીડિયોની કીફ્રેમ સર્ચ કરવામાં આવી. જેમાં 23 જાન્યુઆરી, 2023 ના દિવસે એક મીડિયા વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ મળ્યો હતો. એ અહેવાલમાં વાયરલ થયેલી તસ્વીર જેવી જ તસ્વીર જોવા મળી હતી.તેમાં આપવામાં આવેલી માહિતી મુજબ ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને રિષભ પંત મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન ગયા હતા. સમાચારમાં હાજર તસવીરમાં સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવ મંદિરમાં હાથ જોડીને જોઈ શકાય છે.

એ પછી જ્યારે બંને તસ્વીરોની સરખામણી કરવામાં આવી તો અસલ તસ્વીરમાં સૂર્યકુમાર યાદવના હાથ પર એક ટેટુ છે, એ જ ટેટુ બાબર આઝમના હાથ પર પણ જોવા મળે છે, જે વાયરલ તસ્વીર હતી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે કોઇઅ સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવની તસ્વીરને એડિટ કરી છે.

સૂર્યકુમાર યાદવ સહિત અનેક ભારતીય ખેલાડીઓ મહાકાલના દર્શને ગયા હતા એ સમાચાર અનેક મીડિયાએ પ્રસિદ્ધ કર્યા હતા.

મતલબ કે એ વાત દીવા જેવી સ્પષ્ટ છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ અને રીઝવાન મહાકાલના દર્શને ગયા હતા એ બિલકુલ ખોટી વાત છે.

આવા અનેક ભેજાબાજો લોકો હોય છે, જે આ રીતે ફોટોના એડિટ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હોય છે અને ખોટી માહિતી ફેલાવતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp