શું બાલાસોર ટ્રેન અકસ્માત વિશે બાગેશ્વર બાબાને પહેલેથી ખબર હતી? જાણો જવાબ
બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઓડિશામાં ભીષણ ટ્રેન દુર્ઘટના પર વાત કરી છે. મીડિયાના સવાલનો ઉલ્લેખ કરતા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તેમને આ અકસ્માતના સંકેત પહેલાથી જ મળી ગયા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર માટે વડોદરા પહોંચ્યા હતા.
પોતાના નિવેદનોને કારણે હમેંશા ચર્ચામાં રહેતા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી એ ઓડિશામાં થયેલા ટ્રેન અકસ્માત પર નિવેદન આપ્યું છે. વડોદરામાં યોજાયેલા દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. હું સૌ પ્રથમ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીશ બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ટ્રેન દુર્ઘટના પર મીડિયાના સવાલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કઇંક અનિષ્ટ થવાના સંકેત પહેલેથી મળી જતા હોય છે. તેમણે કહ્યું કે તેમના વિશે જાણવું અલગ બાબત છે અને તેમને ટાળવું એ અલગ બાબત છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે ભગવાન કૃષ્ણ પણ જાણતા હતા કે મહાભારત થશે, પરંતુ તેઓ તેને રોકી શક્યા નહોતા.
વડોદરામાં દિવ્ય દરબારમાં પત્રકારે સવાલ પુછ્યો હતો કે શું તમારી શક્તિ કોઇ ઘટનાનો સંકેત આપી શકે છે? ધીરેન્દ્ર શાસ્ત્રીએ એના જવાબમાં કહ્યુ હતું કે, માય ડિયર, યસ, હા, હું જાણી શકુ છું. અમારી શક્તિઓ બતાવે છે કે પવનની ઝડપ જેટલી વધારે છે, તેટલો લાંબો સમય સુધી સિગ્નલ પ્રાપ્ત કરી શકાય છે. હું રાષ્ટ્ર હિત માટે તેનો ઉપયોગ કરતો રહીશ બાગેશ્વર ધામ સરકારે વધુમાં જણાવ્યું હતું કે આતંકવાદી હુમલો હોય કે ગુપ્ત મામલો હોય, અમે અમારી શક્તિનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીશું. તેમણે કહ્યું કે તેમને એટલી જ ગતિના સંકેત મળે છે, જેટલી ગતિ પવનની હોય છે, કારણ કે તે પવન પુત્રના ભક્ત છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ઘણા વૈજ્ઞાનિકો-ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓ મારી પાસે ખાનગીમાં મળવા આવે છે. બાળકને રડ્યા વિનાદૂધ પણ અપાતું નથી, તો જ્યાં સુધી કોઈ મારી પાસે ન આવે, બાલાજી ભગવાનને વિનંતી કરતો નથી. ત્યાં સુધી હું સામેથી કોઇને કેવી રીતે કહી શકું? ઓડિશા ટ્રેન દુર્ઘટના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે મેં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે 2 મિનિટનું મૌન પાળ્યું હતું અને તેમના આત્માની શાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp