ગ્રેજ્યૂએટ છોકરીને 2 વર્ષથી નોકરી ન મળતા બની ગઇ Chaiwali, અમદાવાદ કનેક્શન...

PC: twitter.com

મહિલાઓને શિક્ષિત થવાનું પ્રોત્સાહન તો મળ્યું, પણ આજે એવી સ્થિતિ છે કે સારું એવું ભણતર મેળવવા પછી પણ નોકરી માટે દર દરની ઠોકર ખાવી પડે છે. બિહારમાં અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યૂએટ થયેલી એક યુવતી બે વર્ષથી નોકરી શોધી રહી હતી, પરંતુ નોકરી મળતી નહોતી. જો કે તેણીએ રોદાણાં રડવાને બદલે પોતાનો રસ્તો શોધી નાંખ્યો અને એક કોલેજ બહાર ચાની ટપરી ખોલી નાંખી.

હવે તેની ચાની ટપરી ફેમસ થઇ ગઇ છે. આ છોકરીએ કહ્યુ કે દેશમાં અનેક  Chaiwala છે તો Chaiwali કેમ ના હોય શકે?. તેણે પોતાની ચાની ટપરીનું નામ ચાઈવાલી- પીના હી પડેગા રાખ્યું છે.

બિહારની રાજધાની પટનામાં 24 વર્ષની પ્રિયંકા ગુપ્તાએ નોકરી ન મળતાં ચાની દુકાન ખોલવાનો નિર્ણય કર્યો. બિહારના પૂર્ણિયા જિલ્લાની વતની પ્રિયંકા ગુપ્તા બે વર્ષની મહેનત છતાં બેંક સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થયા બાદ પટના મહિલા કોલેજ પાસે ચાની દુકાન ચલાવે છે.મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠમાંથી ગ્રેજ્યૂએશન પૂર્ણ કર્યા બાદ પ્રિયંકાએ આ વર્ષે 11 એપ્રિલથી ચા વેચવાનું શરૂ કર્યું.

તે તેના સ્ટોલ પર સારી સંખ્યામાં ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે.

મીડિયા સાથે વાત કરતા પ્રિયંકાએ કહ્યું, છેલ્લા બે વર્ષથી હું બેંકની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છું, પરંતુ આખો સમય નિરર્થક રહ્યો. તેથી, ઘરે પાછા જવાને બદલે, મેં પટનામાંચા નો સ્ટોલ લગાવવાનું નક્કી કર્યું. મને આમાં કોઈ સંકોચ નથી. શહેરમાં મારી પોતાની ચાની દુકાન ખોલી છે અને હું આ વ્યવસાયને આત્મનિર્ભર ભારત તરફના પગલા તરીકે જોઉં છું.

અમદાવાદમાં ચાની દુકાન ચલાવતા પ્રફુલ બિલોરને  પ્રિયંકા પોતાનો રોલ મોડલ માને છે. એમબીએ કરવા છતાં, બિલરે ચાની દુકાન શરૂ કરી અને હવે તેનો મોટો બિઝનેસ છે. પ્રફુલ બિલોર, 24, ગ્રાહકોને ચાના સ્ટોલ તરફ આકર્ષવા માટે 'પીના હી પડે' અને 'સોચ મત જેવી રસપ્રદ પંચલાઈનનો ઉપયોગ કરે છે.

પ્રિયંકા ગુપ્તાનું આ પગલું એવી અનેક યુવતીઓ અને યુવકોને કામ લાગી શકે છે, જેઓ સારું ભણતર મેળવ્યા પછી પણ નોકરી મેળવી શકતા નથી. એ સારી વાત છે કે ભારતમાં પણ આ વિચારને લોકો સકારાતમક્તાથી જોઇ રહ્યા છે કે કોઇ કામ નાનું નથી, કોઇ પણ કામમાં સંકોચ ન હોવો જોઇએ. પુરી નિષ્ઠા સાથે કરશો તો લોકો સ્વીકારે જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp