26th January selfie contest

પોલીસકર્મીના કારનામા જોઈ DIG થયા હેરાન, ગોળી નાખી આ જગ્યાએ, વીડિયો વાયરલ

PC: headlinestodaynews.in

થોડા મહિના પહેલા બિહાર પોલીસનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં બિહાર પોલીસનો જવાન બંદૂકથી ફાયર કરવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ ફાયર કરી શક્યો ન હતો. વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો અને બિહાર પોલીસની પણ મજાક ઉડાવવામાં આવી હતી. તેવો જ એક વીડિયો ઉત્તર પ્રદેશ પોલીસ સાથે જોડાયેલો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશ પોલીસના એક SIના કારનામાને જોઈ ખુદ DIG પણ હેરાન રહી ગયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

તમે વાયરલ વીડિયોમાં સાફ જોઈ શકો છો કે એક પોલીસ અધિકારી SIને બંદૂક ચલાવવા સંબંધિત કંઈક વાત કરી રહ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે ગોળી કેવી રીતે નાખો છો તે બતાવો. જેના પછી SI દ્વારા ગોળીને નળીમાં નાખતા જોવામાં આવી શકે છે. તમે વાયરલ વીડિયોમાં આગળ જોઈ શકો છો કે અધિકારી કહે છે કે બંદૂક ચલાઓ પરંતુ જ્યારે SI બંદૂક ચલાવે છે તો બંદૂક ચાલતી જ નથી. આ વીડિયોના વાયરલ થયા પછી યુપી પોલીસમાં ભરતીના સમયે આપવામાં આવનારી ટ્રેનિંગ પર સવાલો ઊભા થયા છે.

મળેલી જાણકારી પ્રમાણે, આ વીડિયો યુપીના સંત કબીર નગરનો છે. જ્યાં મંગળવારે બસ્તી મંડળના DIG આરકે ભારદ્વાજ પોલીસ સ્ટેશનોનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ વચ્ચે તેઓ ખલીલાબાદ પોલીસ સ્ટેશ પહોંચ્યા હતા. DIGએ પોલીસ સ્ટેશની અંદર બધી વ્યવસ્થાઓની જાણકારી લીધી છે. જેના પછી પોલીસકર્મીઓના બંદૂક ચલાવવાના હુનરને પણ જોઈ હતી. આ વચ્ચે તેમણે એક SIને બંદૂક ચલાવવા માટે કહ્યું પરંતુ હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો કે SIને ખબર ન હતી કે બંદૂકમાં ગોળી ક્યાં નાખવાની છે. આ ઘટના જોઈને ત્યાં હાજર દરેક પોલીસ કર્મીઓ પણ હેરાન રહી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp