દિગ્વિજય સિંહે જણાવ્યું-MPમા કોંગ્રેસ ચૂંટણી જીતી તો બજરંગ દળને બેન કરશે કે નહીં

PC: mid-day.com

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, તેમની પાર્ટી મધ્ય પ્રદેશમાં હિન્દુવાદી સંગઠન બજરંગ દળ પર પ્રતિબંધ નહીં લગાવે. વરિષ્ઠ કોંગ્રેસ નેતાનું આ નિવેદન રસપ્રદ છે કેમ કે કર્ણાટકમાં તેમની પાર્ટીનું પ્રાદેશિક ઉચ્ચ નેતૃત્વ બજરંગ દળ પર બેન લગાવવાની વાત કરતું રહ્યું છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં આ સંગઠનને પ્રતિબંધિત કરવાની વાત કહી હતી. ઘોષણા પત્રમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) જેવા સંગઠનો પર પણ પ્રતિબંધ લગાવવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કોઈ પર પણ બેન લગાવવાના સમાચાર આવ્યા નથી.

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ, દિગ્વિજય સિંહે મધ્ય પ્રદેશની રાજધાનીમાં બુધવારે એટલે કે 16 ઑગસ્ટના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “જો કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીતે છે તો અમે મધ્ય પ્રદેશમાં બજરંગ દળ પર પ્રતિબંધ નહીં લગાવીએ. બજરંગ દળમાં કેટલાક સારા પણ લોકો હોય શકે છે, પરંતુ જે ગુંડાતત્વ છે, જે દંગા ફસાદ કરાવે છે એવા કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. ANIએ આ પ્રેસ કોન્ફરન્સનો વીડિયો પણ ટ્વીટ કર્યો છે.

કર્ણાટકમાં કોંગ્રેસના બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાતનો હિન્દુ સંગઠન અને ભાજપે ખૂબ વિરોધ કર્યો હતો. આ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની એક સભામાં કહ્યું હતું કે, ‘આ એ જ કોંગ્રેસ છે જેણે પહેલા શ્રીરામને તાળામાં બંધ બંધ કર્યા. હવે બજરંગબલીને બંધ કરવાની વાત કરી રહી છે.' દિગ્વિજય સિંહ ભોપાલના માતા મંદિર ચોક પર અવંતી બાઈ લોધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા ગયા હતા. ત્યારે મીડિયાએ તેમને હિન્દુત્વની રાજનીતિ પર સવાલ કર્યો તો તેઓ બોલ્યા કે, ‘હું વડાપ્રધાન, ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીને પૂછવામાં માગું છું કે તેમણે ભારતીય સંવિધાનના શપથ લીધા છે કે હિન્દુ રાષ્ટ્રના શપથ લીધા છે?'

દિગ્વિજય સિંહે આ મુદ્દા પર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના નિવેદનનો બચાવ કર્યો. તેમણે થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે, ‘દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જરૂરિયાત નથી, અહીં 80 ટકા હિન્દુ રહે છે. તે પહેલાથી જ હિન્દુ રાષ્ટ્ર છે. કહેવાની શું જરૂરિયાત છે? આ તો આંકડા જ બતાવે છે.’ દિગ્વિજય સિંહે કહ્યું કે, આ નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. કમલનાથે ભાજપ દ્વારા લગાવવામાં આવેલા આરોપ પર ક્યારેય પણ વાત કરી જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp