આ રાક્ષસ હોસ્પિટલમાં આવ્યો અને મહિલા સ્વાસ્થ્યકર્મી સાથે જાહેરમાં અશ્લીલ હરકતો..

જમુઈની સદર હોસ્પિટલ પરિસરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેણે પણ આ બાબત વિશે સાંભળ્યું અને જોયું, તેણે ખુબ જ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. વાસ્તવમાં આ ઘટના શુક્રવારની બતાવવામાં આવે છે. જિલ્લાની સદર હોસ્પિટલ પરિસરમાં એક મહિલા આરોગ્ય કર્મચારી ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. દરમિયાન એક યુવક સદર હોસ્પિટલની દીવાલ કૂદીને અંદર ઘૂસ્યો હતો અને મહિલા સાથે અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો.
ઘટના અંગે જણાવાયું હતું કે, મહિલા આરોગ્ય કર્મચારી ફરજ પર હતી. શુક્રવારે તે સદર હોસ્પિટલ પરિસરમાં ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. ત્યારે એક યુવક હોસ્પિટલ પરિસરની બાઉન્ડ્રી કૂદીને અંદર પ્રવેશ્યો હતો. તે ચુપચાપ મહિલા કર્મચારીની પાછળથી આવ્યો અને મહિલાનું મોઢું દબાવી દીધું હતું. પછી તેણે મહિલાને કિસ કરવાનું શરૂ કર્યું.
આ પછી, તે મહિલા આરોગ્ય કર્મચારીને ધક્કો મારીને અને તેને નીચે પાડીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. જો કે, બદમાશની આ તમામ હરકતો હોસ્પિટલ પરિસરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ કેસમાં પીડિત મહિલાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપી ન્યાયની આજીજી કરી કેસ દાખલ કર્યો છે. સાથે જ સદર હોસ્પિટલની અન્ય મહિલા કર્મચારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ રીતે ધોળા દિવસે મહિલા આરોગ્ય કર્મચારી સાથે અશ્લીલ હરકતો થયા બાદ સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
આ ઘટના બાદ પીડિત મહિલા આરોગ્ય કર્મચારીએ જમુઈ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી હતી. પીડિત મહિલાએ જણાવ્યું કે, તે સદર હોસ્પિટલમાં 2015થી ચોથા વર્ગની વર્કર તરીકે કામ કરે છે. આવી ઘટના છેલ્લા સાત-આઠ વર્ષમાં ક્યારેય બની નથી.
મહિલાએ જણાવ્યું કે, શુક્રવારે બપોરે 1.30 વાગ્યે તેને એક પરિચિતનો ફોન આવ્યો અને વાત કરવા માટે બહાર ગઈ. ફોન પર વાત કરતી વખતે એક યુવક દિવાલ કૂદીને આવ્યો અને મારું મોઢું દબાવી દીધું. આ પછી તેણે અશ્લીલ હરકતો કરી હતી.
बिहार के जमुई सदर अस्पताल परिसर में महिला कर्मचारी से अश्लील हरकत, VIDEO: दीवार फांदकर पहुंचा और जबरदस्ती मुंह दबाया और फिर... pic.twitter.com/QhuhM238ZC
— News State Bihar Jharkhand (@NewsStateBihar) March 13, 2023
જમુઈના SDPO ડો. રાકેશ કુમારે જણાવ્યું કે, કેસની માહિતી મળી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે, CCTV ફૂટેજની મદદથી આરોપીની ઓળખ કરવામાં આવી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું. પોલીસ ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરશે. SDPOએ કહ્યું કે, મહિલા સંપૂર્ણપણે સુરક્ષિત છે.
અહીં પોલીસે આરોપી યુવકની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો આરોપીને સીરિયલ કિસરના નામથી બોલાવી રહ્યા છે, જે પાછળથી આવે છે અને કિસ કરીને ભાગી જાય છે. SHO રાજીવ કુમાર તિવારીએ કહ્યું કે, આરોપી યુવકની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. ટૂંક સમયમાં પ્રક્રિયા કરવામાં આવશે. આવા ગંદા કૃત્યો કરનારાઓને છોડવામાં નહિ આવે. જોકે, છેલ્લા બે દિવસથી પોલીસ આરોપીની શોધમાં છે, ધરપકડ તો રહેવા દો, પરંતુ હજુ સુધી યુવકની ઓળખ પણ થઈ શકી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp