શું ફરી પલટશે નીતિશ કુમાર અને બિહારમાં બદલશે સરકાર? આ છે કારણો

PC: twitter.com/NitishKumar

બિહારની રાજનીતિમાં હાલના દિવસોમાં આશંકાઓનો બજાર ગરમાયેલો છે. તેજસ્વી યાદવની પાર્ટી RJD સાથે જનતા દળ યુનાઇટેડ (JDU)ની હાલની તકરારના કારણે નીતિશ કુમારના રાજકીય સ્ટેન્ડને લઇને ફરી અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. તો કોંગ્રેસ સાથે પહેલા જ દૂરી સ્પષ્ટ નજરે પડી રહી છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, લોકસભાની ચૂંટણી અગાઉ આ વર્ષ એટલે કે વર્ષ 2023 બિહારની રાજનીતિમાં ખૂબ ઉથલ-પાથલવાળું રહેવાનું છે.

ઘણા નવા રાજકીય સમીકરણને લઇને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે નીતિશ કુમારે દિલ્હીમાં ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે આખા વિપક્ષને એકજૂથ કરવાની અપીલ કરી હતી. અલગ-અલગ નેતાઓ સાથે તેમની તસવીરોએ ખૂબ લાઇલમાઇટ મેળવી હતી. જો કે, ત્યારબાદ આ દિશામાં કોઇ ખાસ વિકાસ જોવા ન મળ્યો. હાલમાં જ કેટલાક વિપક્ષી નેતાઓનું KCRની રેલીમાં જોડવાનું પણ થયું, પરંતુ તેનું આમંત્રણ પણ નીતિશ કુમારને મોકલવામાં ન આવ્યું.

આ તો રહી દિલ્હી અને દેશની વાત, પરંતુ ગત દિવસોના બિહારમાં પણ ઘણા બધા બદલાવ જોવા મળ્યા છે. રામચરિતમાનસને લઇને આપવામાં આવેલા નિવેદન પર JDUએ સમય ગુમાવ્યા વિના ભારતીય જનતા પાર્ટી (BJP) કરતા વધુ આક્રમક અંદાજમાં RJDને ઘેરી. આ અંગે JDUના તમામ મોટા નેતાથી લઇને નીતિશ કુમાર સુધીએ બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરને પોતાનું નિવેદન પાછું લેવા માટે કહ્યું હતું.

તો RJD અને તેજસ્વી યાદવે ખૂલીને પોતાના મંત્રીના સ્ટેન્ડનો બચાવ કર્યો. તેજસ્વી યાદવે અહીં સુધી કહી દીધું હતું કે, સંવિધાને બધાને પોતાની વાત કહેવાનો અધિકાર આપ્યો છે. હવે વાત કોંગ્રેસની. કોંગ્રેસે હાલમાં જ વિપક્ષના તેમા મોટા નેતાઓને રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ના સમાપનમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. દેશની જેમ બિહારમાં પણ એવી જ એક યાત્રા ચાલી રહી છે. JDUએ તેને કોંગ્રેસનો આંતરિક મામલો બતાવતા તેમાં સામેલ થવાની ના પાડી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, વિપક્ષની ઘણી રાજનૈતિક પાર્ટીઓએ આ યાત્રાને ન માત્ર પોતાનું સમર્થન આપ્યું છે, પરંતુ તેમાં સહભાગી પણ બની છે. આ તમામ રાજકીય ઘટનાઓ વચ્ચે બિહારમાં ફરી એક વખત આશંકાઓનો બજાર ગરમ છે. કેટલાક રાજકીય પંડિતોનું માનવું છે કે, નીતિશ કુમાર ફરી એક વખત ભાજપ સાથે મળીને બિહારમાં સરકાર બનાવી શકે છે. તો કેટલાકનું કહેવું છે કે, બિહારમાં નવી સરકાર તો જરૂર બનશે, પરંતુ નેતૃત્વ ભાજપના હાથમાં હશે. નીતિશ કુમારને કેન્દ્રમાં મોટી જગ્યા આપી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp