IIT પ્રોફેસરનો લવારો- ભવિષ્યનું ભારત હિન્દુત્વવિહીન હશે, 'બે ભારત છે....

PC: youtube.com

સનાતન ધર્મ પર ઉદયનિધિ સ્ટાલિન સહિત ઘણા નેતાઓના વિવાદિત બોલ વચ્ચે હવે IIT દિલ્હીના એક પ્રોફેસરે પણ હિન્દુત્વને લઈને આપત્તિજનક વાતો કહી છે. IIT દિલ્હીના પ્રોફેસરે એક વિદેશી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘ભવિષ્યનું ભારત હિન્દુત્વવિહીન હશે. પ્રોફેસરનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વધી ગયો છે. આ એ જ પ્રોફેસર છે જેણે વર્ષ 2019માં એમ કહીને વિવાદને જન્મ આપ્યો હતો કે, ‘હિન્દુ ધર્મ 20મી સદીમાં જ આવ્યો.’

IIT દિલ્હીમાં સોશિયલ સાયન્સ ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર દિવ્યા દ્વિવેદીએ G20 સાથે જોડાયેલી એક ચર્ચા દરમિયાન આ વિવાદિત વાતો કહી. તેમણે ફ્રાંસ 24ને કહ્યું કે, 'બે ભારત છે, એક જૂનું છે, જેમાં બહુસંખ્યક વસ્તીમાં દબાવનારી જાતિ વ્યવસ્થા છે. પછી એક ભવિષ્યનું ભારત છે જેમાં જાતિવાદી શોષણ અને હિન્દુત્વ નહીં હોય. આ એ ભારત છે જેને અત્યારે પ્રસ્તુત કરવામાં આવ્યું નથી, પરંતુ રાહ જોઈ રહ્યું ,છે દુનિયાને પોતાનું રૂપ દેખાડવાની ચાહત છે.

ફ્રાંસ 24ના પત્રકારે જ્યારે ભારતની આર્થિક પ્રગતિની વાત કરી અને કહ્યું કે, એક રિક્ષા ચલાવનારને પણ ટેક્નોલોજી વિકાસનો લાભ મળ્યો છે. તો દ્વિવેદીએ કહ્યું કે, આ પ્રકારની વાતો મીડિયામાં ઘડવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, ભારત 3000 વર્ષોના જાતિગત વર્ણવ્યવસ્થાથી બન્યો છે, જ્યાં ઊંચી જાતિના 10 ટકા લોકો 90 ટકા શક્તિશાળી પદો પર રહેલા છે. જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે, શું આ પ્રકારની અસમાનતા G20 દેશોમાં નથી? દ્વિવેદીએ કહ્યું કે, ભારતમાં તે જાતીય ઉત્પીડન, બહિષ્કાર અને હિન્દુ ધર્મના રૂપમાં એક નકલી પ્રતિનિધિત્વથી જટિલ છે. દ્વિવેદીના નિવેદન પર સોશિયલ મીડિયા પર બહેસ છેડાઈ ગઈ છે.

બહેસથી ટ્વીટર યુઝર્સે તેના પર સનાતન ધર્મનું અપમાનનો આરોપ લગાવ્યો કે તે ઇન્ટરનેશનલ મંચ પર ભારત વિરુદ્ધ નફરત ફેલાવી રહી છે. અલ્લાહાબાદની રહેવાસી દ્વિવેદીએ ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, G20 અમીર અને ગરીબ દેશોનું સંમેલન છે. GDP દુનિયામાં ક્યાંય પણ પ્રગતિનું એકમાત્ર પ્રમાણ નથી. અમીર દેશોમાં પણ ગરીબી હોય શકે છે. એક તરફ ભારતમાં પૈતૃક શક્તિ, સન્માન અને સમૃદ્ધિ છે અને બીજી તરફ જન્મ આધારિત ભેદભાવ અને ગરીબી છે. તેમણે જે વાતો કહી તે વ્યક્તિગત રૂપે કહી, તેનું સંસ્થા સાથે કોઈ લેવુંદેવું નથી. તેમણે પોતાની વાતને ખોટી રીતે રજૂ કરવાનો દાવો કર્યો અને કહ્યું કે તેમને દુઃખ છે કે ન્યાયની વાત પર આપત્તિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp