BJP નેતાઓને PM મોદીની સલાહ, મુસ્લિમ સમાજ માટે ખોટા નિવેદનો ન કરો

PC: .jagran.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધી હતી. PM મોદીએ કહ્યું કે આ અમૃત કાળને કર્તવ્યકાળમાં ફેરવો, તો જ આપણે દેશને આગળ લઈ જઈ શકીશું. ભાજપ માત્ર રાજકીય આંદોલન નથી. તે સામાજિક ચળવળમાં પરિવર્તિત થઈ ગયું છે. એ જ રીતે આપણા કાર્યકરોએ પણ કામ કરવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના બીજા દિવસે સંબોધન કર્યું. PM મોદીએ ભાજપ નેતાઓને આપી સલાહ અને કહ્યું કે,મુસ્લિમ સમાજ વિશે ખોટા નિવેદનો ન કરો. તેમણે કહ્યું કે પસમાંદા અને બોરા સમાજને મળવું જોઇએ. કાર્યકરો સાથે સવાંદ જાળવી રાખવો પડશે. તેમણે કહ્યું કે, સમાજના બધા વર્ગના લોકો સાથે મુલાકાત કરો, ભલે પછી તેઓ મત આપે કે ન આપે, પરંતુ તેમની મુલાકાત કરવી જરૂરી છે. પાર્ટીના કેટલાંક લોકોને હજુ પણ એવું લાગે છે કે આપણે વિપક્ષમાં છે. પાર્ટીના કેટલાંક લોકોએ મર્યાદિત ભાષો બોલવી જોઇએ.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ PM મોદીએ રાજસ્થાન અને છત્તીસગઢના કાર્યકર્તાઓને કહ્યું કે વધુ પડતા આત્મવિશ્વાસના કારણે ચૂંટણી હારી ગયા હતા.દરેક વ્યક્તિએ વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું જોઈએ. દરેક વ્યક્તિએ સખત મહેનત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે  PM મોદી આવશે, જીતી જઇશું એનાથી હવે કામ નહીં ચાલે.એવું. દરેક વ્યક્તિએ સંવેદનશીલ બનવાની જરૂર છે. સત્તામાં રહેલા લોકોએ એવું ન વિચારવું જોઈએ કે તેઓ કાયમી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકરોને એક ટાસ્ક સોંપ્યું છે. તેમણે કહ્યુ કે, બોર્ડરની નજીકના ગામડાઓમાં સંગઠનને મજબુત કરવામાં આવે. મહેનત કરવામાં પીછે હઠ કરવાની નથી. લોકસભાની ચૂંટણીમાં 400 દિવસ બચ્યા છે. પુરી તાકાતથી મંડી પડજો.

 PM મોદીએ કહ્યું કે ભારતના જીવનનો શ્રેષ્ઠ સમય આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, મહેનત કરવામાં પાછળ ન રહો. પ્રયત્નોની પરાકાષ્ઠા કરો. તમારે અલગ-અલગ જગ્યાએ જવું પડશે અને લોકોને મળવું પડશે. રાષ્ટ્રવાદની જ્યોત સર્વત્ર સળગવી જોઈએ.

તેમણે કહ્યું કે ચૂંટણીમાં પુરી તાકાત લગાવો. આપણે સખત મહેનતમાં પાછળ પડવાની જરૂર નથી. મોદીએ કહ્યું કે ભાજપ હવે માત્ર રાજકીય આંદોલન નથી રહ્યું. સામાજિક આંદોલનમાં બદલાવવું જોઇએ.

ભાજપની કાર્યકારિણીની બેઠક પછી મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, PM મોદીનું ભાષણ કોઈ નેતા જેવું નહીં, પરંતુ રાજકારણી જેવું હતું. તેમણે દેશને પક્ષથી ઉપર રાખ્યો. વડાપ્રધાને કહ્યું કે આપણે કેવી રીતે ખરાબ શાસનમાંથી સુશાસન તરફ આવ્યા છીએ, આપણે આ સંદેશ યુવાનો સુધી પહોંચાડવાનો છે. આપણે સમાજના તમામ ભાગો સાથે સંવેદનશીલતા સાથે જોડવાનું છે. ભાજપે મતની ચિંતા કર્યા વિના દેશ અને સમાજને બદલવાનું કામ કરવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp