તમારી પાસે 2000ની નોટ છે? ગભરાતા નહી, જાણો, 30 સપ્ટેમ્બર પછી શું થશે? તમામ જવાબ

PC: currentaffairs.adda247.com

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે સાંજે એક નોટિફિકેશન જારી કરીને 2,000 રૂપિયાની નોટ્સ અંગે કેટલીક જાહેરાત કરી છે જેને કારણે લોકો એવું માની રહ્યા છે કે હવેથી 2,000 રૂપિયાની નોટ્સ નહીં ચાલશે. રિર્ઝવ બેંકે સરક્યુલર જારી કરીને સ્પષ્ટતા કરી છે કે સેન્ટ્રલ બેંક 2000 રૂપિયાની નોટ પાછી લઇ લેશે. સાથે RBI એમ પણ કહ્યું છે કે આને કારણે સામાન્ય લોકોએ બિલકુલ ગભરાટ કરવાની જરૂર નથી. RBIની ક્લીન નોટ પોલીસી હેઠળ આ નિર્ણય લેવામાં આન્યો છે. જો તમારી પાસે 2,000 રૂપિયાની નોટ્સ હોય તો બિલકુલ ગભરાતા નહી, જાણો, હવે તમારે શું કરવાનું છે.30 સપ્ટેમ્બ પછી શું થશે? એની પણ જાણકારી આપીશું.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક ટાઇમ ફ્રેમ સેટ કરી દીધો છે. તમે તમારી 2,000ને 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકમાં જમા કરાવી શકશો. આને કારણે તમારી રૂપિયાની વેલ્યુ ખતમ થવાની નથી.તમને કોઇ નુકશાન થવાનું નથી. એટલે આ સરક્યુલરથી તમારે પરેશાન થવાની જરૂર નથી.

આ નોટબંધી નથી એ વાત લોકોએ ખાસ સમજવાની છે.2,000ની નોટ્સ ચલણમાં રહેવાની જ છે. RBIએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આને લોકો નોટબંધી સમજે નહીં. તમે અત્યારે 2000ની નોટ્સ બજારમાં ચલાવી શકો છો.સામાન ખરીદો શકો છો, જે રીતે અન્ય ચલણનો ઉપયોગ કરો છો તે જ રીતે 2000ની નોટ્સનો પણ ઉપયોગ કરી શકશો. આ પુરી રીતે વેલિડ છે અને કોઇ પણ તેને સ્વીકારવાનો ઇન્કાર કરી શકશે નહી, પરંતુ 30 સપ્ટેમ્બર 2023 સુધી. RBIએ કહ્યું કે, 30 સપ્ટેમ્બર 2023 પછી પણ 2,000ની નોટ્સ ચલણમાં ચાલું જ રહેશે. અમને એવી આશા છે કે 4 મહિનામાં લોકો બેંક ખાતામાં 2,000ની નોટ્સ જમા કરાવી દેશે.

RBIએ કહ્યું છે કે, લોકો ગભરાટમાં આવીને બેંકો પર ધસારો ન કરે કે લાંબી લાઇનો ન લગાવી દે. કોઇ પણ પ્રકારની અફવા પર ધ્યાન આપશો નહી. RBIએ કહ્યું કે અફરા તફરી જેવી સ્થિતિને પ્રોત્સાહન આપવામાં ન આવે.RBIએ ચોખવટ કરી કે આ રૂપિયાની વેલ્યુ ખતમ થવાની નથી. તમારા ગજવામાં રાખેલી 2,000ની નોટ હજુ પણ 2000ની કિંમત વાળું માન્ય ચલણ જ છે.

RBIએ બીજો એક વિકલ્પ એ આપ્યો છે કે તમે કોઇ પણ બેંકમાં જઇને દિવસમાં એક વખત 2,000ની 20,000 રૂપિયા સુધીની રકમ એક્સચેન્જ કરાવી શકશો. એની સામે તમને 100, 200, 500ની નોટ્સ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp