મોડી રાત્રે પત્ની સાથે ઝેરનું ઇન્જેક્શન લઇ લીધું, પુત્રેને એક સવાલે બચાવ્યો

PC: amarujala.com

ડૉ. ઈન્દ્રેશ શર્મા મંગળવારે રાત્રે દીકરાને પણ મોતનું ઇન્જેક્શન લગાવવા જઈ રહ્યો હતો. તેના પર દીકરા ઇશાને તેને પૂછ્યું કે પપ્પા શું કરી રહ્યા છો? ત્યારે ડૉક્ટરે ઇન્જેક્શન લગાવવાનું પ્રેક્ટિકલ કરી દેખાડવાની વાત કહી, પરંતુ ત્યારબાદ તેણે પોતાનો ઇરાદો બદલી દીધો. જો તે ઇન્જેક્શન લગાવી દેતો તો ઇશાન સાથે પણ દુર્ઘટના થઈ શકતી હતી. ડૉક્ટર શર્માની કહાની ગરીબી, બીમારીના દર્દ અને તફલિફ ભરેલી છે. ITI પોલીસ મુજબ, ઈન્દ્રેશ પરિવારને ખૂબ પ્રેમ કરતો હતો.

પત્ની, દીકરી ઉર્વી અને દીકરો ઇશાન બધા તેને વ્હાલા હતા. 12 વર્ષ અગાઉ જ્યારે પત્ની બીમાર પડી તો તેણે સાથ ન છોડ્યો. તે કેન્સરથી લડી રહેલી પત્ની સાથે દરેક પળ સાથે રહ્યો. ઘણી વખત પત્નીને લોહી આપ્યું, જેના કારણે લોહીની કમી થઈ ગઈ. પત્નીની સારવારમાં ઘણા પૈસા ખર્ચ થતા હતા, જેના કારણે તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. સૈનિક કોલોનીમાં તેઓ આ વર્ષે જાન્યુઆરીમાં જ રહેવા ગયા હતા. તે છેલ્લા ઘણા મહિનાથી મકાનનું ભાડું પણ આપી શકતો નહોતો. દીકરી ઉર્વીનો અભ્યાસ પણ દસમા બાદ છૂટી ગયો હતો, જ્યારે દીકરાનો અભ્યાસ કોરોનાકાળથી બંધ હતો.

જાન્યુઆરીમાં જ દીકરી ઉર્વીના લગ્ન જસપુરના લક્ષ્મીનગરના રહેવાસી મયંક સાથે કર્યા. મોહલ્લાના રહેવાસીઓએ જણાવ્યું કે, તે પહેલા પણ એક વખત આ પ્રકારના ઇન્જેક્શન ખરીદી કરી ચૂક્યો હતો, પરંતુ ત્યારે ઇરાદો બદલી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, તેના સંબંધીઓ સાથે સંબંધ વધારે સારા નહોતા. દેહરાદૂનમાં રહેતા તેના પરિવારના લોકોને તેના ઘરે આવતા જોયા નહોતા. પોલીસ મુજબ, પત્નીની બીમારી વચ્ચે ડૉ. શર્મા પોતે પણ બીમાર થઈ ગયો હતો. હાલના દિવસોમાં તેને કેટલીક બીમારીઓએ ઘેરી લીધો હતો.

સાથે જ ખરાબ આર્થિક સ્થિતિના કારણે તે ખૂબ પરેશાન રહેતો હતો. તેનાથી ઝઝૂમતા પત્ની સહિત આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો. મંગળવારે રાત્રે તેણે દીકરા સાથે ખૂબ મસ્તી કરી. રાત્રે 12 વાગ્યા સુધી લૂડો રમતા રહ્યા. ત્યારબાદ તેણે પોતાને અને પત્નીને ઇન્જેક્શન લગાવી દીધી. ITI પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આશુતોષ સિંહે જણાવ્યું કે, એનેસ્થિસિયાના ઓવરડોઝથી મોત થવાની આશંકા છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, એનેસ્થિસિયા શરીરને સુન્ન કરી દે છે. જેથી દર્દનો અનુભવ થતો નથી. કદાચ ડૉક્ટરે દર્દ સહિત મોત માટે ઇન્જેક્શન લગાવીને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp