ઓપરેશન થિયેટરમાં જ ડૉક્ટરને હાર્ટ એટેક આવ્યો, ગર્ભવતી મહિલાનું ઓપરેશન ચાલતું હતુ

PC: haribhoomi.com

આપણે છેલ્લાં કેટલાંક સમયથી સાંભળી રહ્યા છીએ કે, હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. એકદમ જુવાન અને સ્વસ્થ લોકો પણ હ્રદયરોગના હુમલાંનો શિકાર બની રહ્યા છે. તાજેતરમાં ગુજરાતમાં તો ક્રિક્રેટ રમતા રમતા મોત થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે. હવે છત્તીસગઢના એક ડોકટર ઓપરેશન કરી રહ્યા હતા ત્યારે ચાલું ઓપરેશને તેમને હાર્ટએટેક આવી જતા તેમનું મોત થયું છે. જો કે આ ડોકટર મોટી ઉંમરના હતા.

છત્તીસગઢના જાંજગીર-ચાંપા જિલ્લા હોસ્પિટલમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ હોસ્પિટલમાં દર્દીની સારવાર દરમિયાન ડોકટરને હાર્ટ એટેક આવી જતા તેમનું મોત થયું છે. એવું કહેવમાં આવી રહ્યું  છે કે તબીબ એક ગર્ભવતી મહિલાની સારવાર કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની છે.

છત્તીસગઢમાં એક ગર્ભવતી મહિલાની સારવાર દરમિયાન ડોકટરને જ હાર્ટ એટેક આવી જતા તેમનું ઓપરેશન થિયેટરમાં જ મોત થઇ જવાને કારણે સાથી કર્મચારીઓ ગભરાઇ ગયા હતા. ડોકટરના પરિવારજનોને તેમના મોતની જાણકારી આપી દેવમાં આવી છે અને તેમના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે. ડોકટર શોભારામ બંજારે નિવૃત થયા પછી છેલ્લાં 3 વર્ષથી  જાંજગીરની જિલ્લા આરોગ્ય હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા હતા.

જિલ્લા હોસ્ટિપટલના ઓપરેશન થિયેટરમાં ડોકટર શોભારામ બંજારે એક ગર્ભવતી મહિલાની સારવાર કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક દુખાવો ઉપડ્યો હતો અને ઓપરેશન થિયેટરમાં જ ઢળી પડ્યા હતા. તપાસ કરતા ખબર પડી હતી કે તેમને હ્રદયરોગનો હુમલો થયો હતો. હોસ્પિટલ મેનેજમેન્ટે ડો. શોભારોમના મોતની પૃષ્ટિ કરી છે અને પોલીસ અને પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે.

જિલ્લા હોસ્ટિપલના સિવિલ સર્જન ડો, અનિલ ભગતે ડોકટરના મોતની પૃષ્ટિ કરતા કહ્યુ કે દુર્ગ જિલ્લામાં રહેતા ડોકટર શોભારામ બંજારે, છેલ્લાં 3 વર્ષથી નિવૃતિ પછી જાંજગીર જિલ્લા હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર સેવા આપતા હતા.

શુક્રવારે રાત્રે 8 વાગ્યે જ્યારે તેઓ ઓપરેશન થિયેટરમાં ગર્ભવતી મહિલાની સારવાર માટે પહોંચ્યા હતા, તે દરમિયાન તેમને અચાનક હાર્ટ એટેક આવી ગયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા પછી ડોકટર શોભારામનો મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવશે.

આ ડોકટર તો મોટી ઉંમરના હતા, પરંતુ હાર્ટ એટેકના બનાવાઓ દેશભરમાં ચિંતા વધારેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp