જમ્મૂમાં શ્રદ્ધા જેવો કાંડ, ડૉ. ગર્લફ્રેન્ડની બોયફ્રેન્ડ જૌહરે કરી હત્યા

PC: opindia.com

જમ્મૂમાં દિલ્હીના શ્રદ્ધા વાલકર હત્યાકાંડ જેવો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલા ડૉક્ટર પર તેના પ્રેમીએ ચપ્પૂ વડે હુમલો કરી તેની હત્યા કરી દીધી. યુવકે પોતાની પ્રેમિકાની હત્યા કર્યા બાદ પોતાનો પણ જીવ લેવાનો પ્રયત્ન કર્યો. જાણકારી મળવા પર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. પોલીસે આરોપી યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. સાથે જ મામલો દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસે મહિલા ડૉક્ટરની ઓળખ કમલ કિશોર શર્માની દીકરી ડૉ. સુમેધા શર્માના રૂપમાં કરી છે. જે તાલાબા તિલ્લો (જમ્મૂ)માં રહેતી હતી, જ્યારે આરોપીની ઓળખ ડોડા જિલ્લાના ભદ્રવાહ નિવાસી જૌહર ગનઈના પુત્ર મહમૂદ ગનઇ તરીકે થઈ છે. આરોપી જૌહર ગનઈનો પરિવાર વર્તમાનમાં પંપોશ કોલોનીમાં રહે છે.

સૂચના મળ્યા બાદ જ્યારે પોલીસ જૌહરના જાનીપુર સ્થિત ઘરે ગઈ તો ઘરનો ગેટ બહારથી બંધ હતો. ત્યારબાદ પોલીસ ઘરની અંદર ઘૂસી તો ડૉક્ટર સુમેધાનું શવ લોહીથી લથપથ જમીન પર પડ્યું હતું, જ્યારે આરોપી જૌહરના શરીર પર ઈજાના નિશાન હતા. ત્યારબાદ પોલીસે તરત તેને હોસ્પિટલ પહોંચાડ્યો. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પોલીસે સુમેધાનું શવ તેના પરિવારજનોને સોંપી દીધુ. તેમજ આરોપી વ્યક્તિની હાલત ગંભીર છે. તેની જમ્મૂની સરકારી મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. પોલીસે હત્યાનો મામલો દાખલ કર્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, મૃતક સુમેધા શર્મા અને આરોપી જૌહરની વચ્ચે પ્રેમ સંબંધ હતો. તેણે જમ્મૂની મેડિકલ કોલેજમાંથી બીડીએસનો અભ્યાસ કર્યો હતો. સુમેધા વર્મા વર્તમાનમાં જમ્મૂ-કાશ્મીરથી બહાર એક કોલેજમાંથી એમડીએસ કરી રહી હતી. ડૉ. સુમેધા શર્મા હોળી પર ઘરે આવી હતી. 7 માર્ચે તે જાનીપુર પોતાના પ્રેમીના ઘરે ગઈ હતી. જ્યાં બંનેની વચ્ચે કોઈક બાબતને લઈને વિવાદ થઈ ગયો. આ દરમિયાન જૌહરે કિચનમાં ઉપયોગમાં લેવાતા ચપ્પૂ વડે સુમેધાની હત્યા કરી દીધી, ત્યારબાદ એ જ ચપ્પૂ વડે પોતે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો. જેને કારણે જૌહર ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. તેમજ આરોપી અને મૃતકાના પરિવાર આ મામલામાં કંઈ પણ બોલવા માટે તૈયાર નથી.

દિલ્હી પોલીસે ગત વર્ષે મે મહિનામાં મુંબઈમાં રહેતી શ્રદ્ધા વાલકરની હત્યાનો ખુલાસો કર્યો હતો. આ મામલામાં શ્રદ્ધાના પ્રેમી આફતાબની ધરપકડ કરવામાં આવી હતી. આફતાબ પર આરોપ છે કે, તેણે શ્રદ્ધાની હત્યા કરી તેના શરીરના 35 ટુકડાં કર્યા હતા અને તેને ફ્રીઝમાં રાખ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp